• બુધવાર, 22 માર્ચ, 2023
શ્રી અન્નની સફળતા આદિવાસી સમાજનો સત્કાર : વડા પ્રધાન  
|

ગ્લોબલ મિલેટ્સ કૉન્ફરન્સનું ઉદ્ઘાટન 

નવી દિલ્હી, તા. 18 : વડાપ્રધાન મોદીએ રાજધાની દિલ્હીમાં બરછટ અનાજ અંગે આયોજિત બે દિવસના વૈશ્વિક સંમેલન (ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સ)નું ઉદ્ઘાટન કર્યું. તેમની સાથે તેમણે ચાલુ વર્ષે મનાવાઇ રહેલા આંતરરાષ્ટ્રીય બરછત અનાજ વર્ષના અવસરે એક ટપાલ ટિકિટ અને એક સિક્કો પણ જારી કર્યો હતો. સરકારે બરછટ અનાજને શ્રી અન્ન નામ આપ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમર અને 6 દેશોના તેમના સમકક્ષ પણ જોડાયા હતા. 

કાર્યક્રમને સંબોધતા મોદીએ કહ્યું કે મને ગર્વ છે કે ભારત આંતરરાષ્ટ્રીય મોટા અનાજ વર્ષનું નેતૃત્વ કરી રહ્યું છે. મિલેટ્સ ખેડૂતો માટે વરદાન છે. અનેક દેશો આ મિલેટ્સ સંમેલન સાથે જોડાયેલા છે. મિલેટ્સને લઇને દેશમાં અનેક સ્ટાર્ટઅપ પણ શરૂ થયા છે અને અનેક રાજ્યોમાં તેની ખેતી પ્રાથમિકતા અપાય છે. તેમણે કહ્યું કે ભારતના પ્રસ્તાવ અને પ્રયાસો બાદ જ સંયુકત રાષ્ટ્રએ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ જાહેર કર્યું છે. હવે વિશ્વ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ મનાવે છે ત્યારે ભારત આ અભિયાનની આગેવાની કરી રહ્યું છે. ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સ આ દિશામાં એક મહત્ત્વ પૂર્ણ પગલું છે. મોદીએ કહ્યું કે શ્રી અન્નને ગ્લોબલ મૂવમેન્ટ બનાવવા માટે સરકારે દિવસ રાત કામ કર્યું છે. શ્રી અન્ન એટલે કે દેશના આદિવાસી સમાજનો સત્કાર શ્રી અન્ન એટલે કેમિકલ મુક્ત ખેતી.

હેડલાઇન્સ