• બુધવાર, 22 માર્ચ, 2023
ઉત્તનના દરિયા કિનારામાં કરાશે ત્રણ નવી દીવાદાંડીનો ઉમેરો
|

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 18 : થાણે જિલ્લાના મીરા-ભાયંદરના ઉત્તન દરિયા કિનારે નાની માછીમાર હોડીઓની સુરક્ષિત અવરજવર માટે તેમ જ ડોંગરી-પાલી - ઉત્તન કિનારે અન્ય જહાજોની સુરક્ષિત અવરજવર માટે ત્રણ નવી દીવાદાંડીઓ ઊભી કરવામાં આવશે. મુંબઈની સરખામણીમાં આ દરિયાકિનારો અવિકસિત છે. આ માટે રૂપિયા 358 લાખનો પ્રસ્તાવ મહારાષ્ટ્ર મેરી ટાઇમ બોર્ડ (એમએમબી)એ કેન્દ્રના પર્યાવરણ મંત્રાલય સમક્ષ મૂક્યો છે જેથી સીઆરઝેડ મંજૂરી મળી શકે.

એમએમબીના એક્ઝિક્યુટીવ એન્જિનિયર (મુંબઈ અૉફિસ) કે જેઓ આ કાર્ય માટે દેખરેખ રાખી રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે `િશવસેનાના સાંસદ રાજન વિચારે આ દીવાદાંડીઓ માટેની માગણી કરી રહ્યા છે અમને ખબર છે કે સ્થાનિક લોકોને બહુ જ મુશ્કેલી પડી રહી છે. ડોંગરી ખાતે નવું ઉત્તર લાઇટ હાઉસ (દીવાદાંડી) આવેલું છે પરંતુ સ્થાનિક લોકો કટલાચી, વાટ અને વાશી ખડક અને શરાયચી વાટ ખાતે દીવાદાંડીઓ માટેની માગણી કરી રહ્યા છે.

હેડલાઇન્સ