• બુધવાર, 22 માર્ચ, 2023
તેજસ્વી યાદવને સીબીઆઈનું તેડું
|

જમીનના પ્લૉટને બદલે નોકરી કૌભાંડ

લાલુ પુત્રીઓને ત્યાંથી રોકડ-દાગીના જપ્ત થયાનો દાવો

પટણા, તા. 11 : લેન્ડ ફોર જોબ પ્રકરણમાં લાલુ પ્રસાદ યાદવ બાદ તેમના પુત્ર-બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ તરફ તપાસ મંડાઈ છે અને સીબીઆઈએ તેમને હાજર થવા સમન્સ પાઠવ્યું છે. દરમિયાન લાલુપ્રસાદની બે પુત્રીઓને ત્યાં પડેલા દરોડાઓ દરમિયાન જ્વેલરી અને 70 લાખ રૂપિયાની રોકડ મળ્યાનો દાવો ઈડી દ્વારા કરાયો છે. ઈડીએ 24 જગ્યાએ દરોડા પાડયા હતા, જેમાં એક કરોડની બે હિસાબી રોકડ, 19,000 ડૉલર, 540 ગ્રામ ગોલ્ડ દોઢ કિલોથી વધુ સોનાના દાગીના મળ્યા હોવાનું તપાસ એજન્સી તરફથી જણાવાયું હતું.

તપાસ એજન્સીએ શનિવારે તેજસ્વી યાદવને પૂછપરછ માટે હાજર થવા સમન્સ મોકલ્યું અને ઓફિસ આવવા તાકીદ કરી હતી. મીડિયા રિપોર્ટસ અનુસાર તેજસ્વીના પત્નીની તબિયત સારી ન હોવાથી તેઓ સીબીઆઈ સમક્ષ હાલ હાજર થવાના નથી તેમણે વધુ સમય માગ્યો છે. ઈડીના દરોડા બાદ તેજસ્વીના પત્નીની તબિયત લથડતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેજસ્વીના પત્ની ગર્ભવતી છે અને સતત 1ર કલાક સુધી પૂછપરછને પગલે તેમનું બ્લડપ્રેસર વધી ગયાનું સામે આવ્યું છે.

હેડલાઇન્સ