• બુધવાર, 22 માર્ચ, 2023
કોયતા ગૅંગ ઉપર પુણે પોલીસની કાર્યવાહી : 17 પિસ્તોલ જપ્ત; સાત જણની ધરપકડ
|

પુણે, તા. 11 : પુણેમાં દહેશત ફેલાવનારી કોયતા ગૅંગના સાત જણની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. મધ્યપ્રદેશથી વેચાણ માટે લાવવામાં અવોલી 17 પિસ્તોલ પોલીસે જપ્ત કરી છે. 

પુણે પોલીસની ગુના શાખા છની ટીમે બાતમીના આધારે વાઘોલીસ્થિત નાના શ્રી લોંજ નજીકથી પિસ્તોલનો વેપાર કરતી ટોળકીને તાબામાં લીધા બાદ આરોપીઓની ધરપકડ કરી હતી. આ મામલે હનુમંત ગોલ્હાર (24), પ્રદીપ ગાયકવાડ (25), અરવિંદ પોટફોડે (38), શુભમ ગરજે (25), ઋષિકેશ વાઘ (25), અમોલ શિંદે (25)ની ધરપકડ કરવામાં આવી છે. બીજી કાર્યવાહીમાં સુસગાંવમાં છાપેમારી દરમિયાન સાહિલ ચાંદેરે (21)ની ધરપકડ કરી તેની પાસેથી ચાર પિસ્તોલ અને નવ જીવંત કારતૂસ એમ કુલ રૂા. અઢી લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

હેડલાઇન્સ