• બુધવાર, 22 માર્ચ, 2023
રૅપિડ ટ્રાન્સપોર્ટ માટે પ્લાન : કસારા, પનવેલ, પાલઘરથી અડધા કલાકમાં મુંબઈ
|

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 11 : કસારા, પનવેલ અને પાલઘરથી ફક્ત અડધા કલાકમાં મુંબઈ પહોંચી શકાશે. રૅપિડ ટ્રાન્સપોર્ટ માટે એક મહત્વાકાંક્ષી પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ ઝડપી પરિવહનને કારણે મુંબઈ બહારના શહેરો સુધી ઝડપથી પહોંચી શકાશે. મુંબઈનો ટ્રાફિક ઝડપી કરવા માટે ફાસ્ટ મેટ્રોને ટ્રાયલ રન સમજવામાં આવે છે. 

કર્જત, કસારા, પનવેલ, પાલઘર અને થાણે-ડોંબિવલી જેવા લાંબા અંતરના સ્ટેશનોને મેટ્રો સાથે જોડવામાં આવે એવી શક્યતા છે. મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશનના અધિકારીઓએ આ માટે દિલ્હીની ફાસ્ટ મેટ્રો પ્રોજેક્ટની પણ મુલાકાત લીધી હતી. મૅનેજિંગ ડિરેક્ટર અશ્વિની ભીડેએ જણાવ્યું કે દિલ્હીમાં ફાસ્ટ મેટ્રો પ્રોજેક્ટ સફળ રહ્યો છે. આ ફાસ્ટ મેટ્રોની સ્પીડ કલાકે 180 કિ.મી.ની છે. 

ફાસ્ટ મેટ્રો પ્રોજેક્ટથી લાખો પ્રવાસીઓને લાભ થઈ શકે છે. મુંબઈમાં મોટા ભાગના મેટ્રો કોરિડોરનું નિર્માણ વિવિધ તબક્કામાં છે. મુંબઈમાં ફક્ત એક મેટ્રો લાઈન એટલે કે વર્સોવા-અંધેરી-ઘાટકોપર હતી. મેટ્રો-ટુએ અને મેટ્રો-7નું ઉદ્ઘાટન થોડા સમય પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તે કરવામાં આવ્યું હતું. મેટ્રો-ટુએ ડીએન નગરને અંધેરી અને દહિસર સાથે જોડે છે. મેટ્રો-7 દહિસર (પૂર્વ)ને અંધેરી (પૂર્વ) સાથે જોડે છે.

વર્તમાનમાં મેટ્રોની આ ત્રણ લાઈન કાર્યરત છે અને લગભગ આઠ મેટ્રો રૂટ નિર્માણાધીન છે. મુંબઈમાં મેટ્રેનું નેટવર્ક તૈયાર થઈ રહ્યંy છે. મેટ્રોના કુલ 14 રૂટનો પ્રોજેક્ટ છે, જેના દ્વારા મુંબઈ શહેર, ઉપનગર અને ગ્રેટર મુંબઈને એકબીજા સાથે જોડવામાં આવી રહ્યા છે.

હેડલાઇન્સ