• બુધવાર, 22 માર્ચ, 2023
જોગેશ્વરીમાં ચાલતી રિક્ષા ઉપર લોખંડનો સળિયો પડતાં એકનું મૃત્યુ, એકને ઇજા
|

મુંબઈ, તા. 11 : જોગેશ્વરી પૂર્વમાં ઇમારતનું બાંધકામ ચાલી રહ્યું હતું, ત્યારે ચોથા માળેથી લોખંડનો સળિયો પડતા રસ્તા ઉપરથી પસાર થઇ રહેલી રિક્ષા ઉપર તે પડયો હતો. આ વિચિત્ર બનેલા અકસ્માતમાં માતાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે પુત્રીને ગંભીર ઇજા થઇ હોવાની માહિતી મળી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના જોગશ્વરી પૂર્વ તરફ વેસ્ટર્ન એકસ્પ્રેસ હાઇવે ઉપર સોનાર ચાલ પરિસરમાં મલકાની ડેવલપર્સની બાંધકામ સાઇટ નજીક આ ઘટના બની હતી. આ મામલે જોગશ્વરી પોલીસે ગુનાની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

હેડલાઇન્સ