• બુધવાર, 22 માર્ચ, 2023
મૈં ઔર માઁ : વડા પ્રધાન મોદીની વેબસાઈટ પર માતાને શ્રદ્ધાંજલિ
|

દિવંગત માતા હીરાબાને સમર્પિત ખાસ સેક્શન-સંદેશો

નવી દિલ્હી, તા. 11 : વડાપ્રધાન મોદીની સત્તાવાર વેબસાઈટ પર માતા દિવંગત હીરાબાને સમર્પિત એક ખાસ વિભાગ બનાવવામાં આવ્યો છે. જેમાં હીરાબાના જીવન સાથે જોડાયેલી બાબતો, ફોટો-વીડિયો તથા ઉપદેશો સામેલ કરવામાં આવ્યા છે.

વડાપ્રધાન મોદીની વેબસાઈટમાં અલગ અલગ 4 સબ-સેક્શનમાં માતા હીરા બાનું જીવન, દેશની યાદોમાં હીરાબા, હીરાબાના નિધન પર વિશ્વના નેતાઓનો શોક સંદેશો તથા માતૃત્વને સેલિબ્રેટ કરવા ટેમ્પ્લેટ આપવામાં આવ્યું છે. ગત 30 ડિસેમ્બરે હીરાબાનું નિધન થયા બાદ તેમને શ્રદ્ધાંજલી અર્પવાના ઉદ્દશથી આ માઈક્રોસાઈટ લોન્ચ કરવામાં આવી છે.  જેમાં `મૈં ઔર માઁ' નામથી એક વીડિયો છે. વીડિયોમાં વડાપ્રધાન મોદીના માતા હીરાબા પ્રત્યેના હૃદયસ્પર્શી શબ્દોને રજૂ કરવામાં આવ્યા છે. 

વીડિયોમાં મોદીના બાળપણથી માંડી માતાના નિધન સુધીનો સમય દર્શાવવામાં આવ્યો છે. વીડિયોમાં છેલ્લે વડાપ્રધાન મોદીના અવાજમાં સંદેશો છે જેમાં લખ્યુ છે... પૂજ્ય મા, આજે તમે નથી રહ્યા છતાં તમે આપેલા સંસ્કાર મારા મન અને મગજ પર ચમારા બે હાથની જેમ ફેલાયેલા છે જે મને શક્તિ અને શિક્ષા આપે છે.

હેડલાઇન્સ