અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ (એમએમઆરડીએ)એ વર્ષ 2023-24નું રૂા. 28,104.98 કરોડનું બજેટ શુક્રવારે રજૂ કર્યું હતું. રૂા. 5,014.41 કરોડની ખોટ દર્શાવતા બજેટને મંજૂરી આપવામાં આવી હતી. આ બજેટથી મુંબઈ અને મુંબઈ મહાનગર પ્રદેશ (મુંબઈ મૅટ્રોપોલિટન રિજન)ના વાહનવ્યવહારને વેગ મળશે.
નવા પ્રકલ્પોના કામનો શુભારંભ અને અંતિમ તબક્કા ઉપરના પ્રકલ્પ પૂર્ણ કરીને વહેલી તકે તેને નાગરિકોની સેવામાં મૂકવાનો લક્ષ્યાંક અૉથોરિટીનો છે. એમએમઆરડીએ વતી મેટ્રો, સી લિંક, કોસ્ટલ રોડ, એલિવેટેડ રોડ, રસ્તાના સમારકામ જેવા પ્રકલ્પો છે. હવે સી લિંક, ભૂગર્ભ માર્ગ, કોસ્ટલ રોડ, ઇસ્ટર્ન ફ્રી વેનું વિસ્તારીકરણ જેવા નવા પ્રકલ્પ હાથમાં છે. બજેટ 2023માં પૂર્ણ થનાર અને કામની શરૂઆત થતા પ્રકલ્પ માટે અનેક જોગવાઇઓ મૂકવામાં આવી છે. મહત્ત્વનો પ્રકલ્પ મુંબઈ ટ્રાન્સહાર્બર લિંક (શિવડી-ન્હાવા શેવા સી લિંક) અણે સૂર્યા પ્રાદેશિક પાણીપુરવઠા પ્રકલ્પનો પહેલો તબક્કો પૂર્ણ થવાનો છે. આ પ્રકલ્પો માટે પણ ભારે જોવાઇઓ કરાઇ છે.
એમએમઆરડીએના નવા પ્રકલ્પ
વર્સોવા-વિરાર સી લિંક (રૂા. 20 કરોડ), ઓરેન્જ ગૅટથી નરિમાન પોઇન્ટ ભૂગર્ભ માર્ગ (રૂા. 150 કરોડ), થાણે-બોરીવલી ભૂગર્ભ માર્ગ (રૂા. ત્રણ હજાર કરોડ), થાણે તીન હાથ નાકા ટ્રાફિક મૅનેજમેન્ટ (રૂા. 100 કરોડ), ચિરલેથી ખાલાપુર લિંક રોડ (રૂા. 200 કરોડ), બાળકૂમથી ગાયમૂખ કોસ્ટલ રોડ (રૂા. 500 કરોડ), પાલઘરના વિકાસ કાર્યો (રૂા. એક હજાર કરોડ), દેહરજી મધ્યમ પ્રકલ્પ (રૂા. 448 કરોડ), ભિવંડી રસ્તા વિકાસ (રૂા. 25 કરોડ), ઇસ્ટર્ન ફ્રી વેનું વિસ્તરણ (છેડાનગરથી થાણે) (રૂા. 500 કરોડ), આનંદ નગરથી સાકેત રસ્તા (રૂા. 500 કરોડ), કલ્યાણ કર્વ રોડ તબક્કા એક અને ત્રણ (રૂા. 150 કરોડ).
પૂર્ણ થયેલા પ્રકલ્પ : મેટ્રો ટુએ (રૂા. 6,410 કરોડ), મેટ્રો સાત (રૂા. 6,028 કરોડ), વાકોલા-કુર્લા એલિવેટેડ રોડ (રૂા. 300 કરોડ), કુરારગાંવ ભૂગર્ભ રોડ (રૂા. 26 કરોડ), કોપરી આરઓબી (રૂા. 258 કરોડ), દુર્ગાડી પૂલ (રૂા. 102 કરોડ), નાવડે ફાટા બ્રિજ (રૂા. 75 કરોડ), બોપાણે બ્રિજ (રૂા. 115 કરોડ), મુંબ્રા વાય જંકશન બ્રિજ (રૂા. 107 કરોડ).
હાલ પૂર્ણ થનારા પ્રકલ્પ
મુંબઈ કોસ્ટલ રોડ (રૂા. 14,336 કરોડ), સૂર્યા પ્રાદેશિક પાણીપુરવઠા પ્રકલ્પ તબક્કો એક (રૂા. 1,977.29 કરોડ), ઍરપોર્ટ બ્રિજ (રૂા. 48 કરોડ), છેડા નગર બ્રિજ (રૂા. 249 કરોડ), કાલીના એલિવેટેડ રોડ (રૂા. 148 કરોડ), ઐરોલીથી કટાઇ રોડ (રૂા. 1,441 કરોડ), મોટાગાંવથી માણકોલી બ્રિજ (રૂા. 223.25 કરોડ), બાળાસાહેબ ઠાકરે સ્મારક (રૂા. 400 કરોડ), આકુર્લી ભૂગર્ભ રોડ (રૂા. 60 કરોડ).