• બુધવાર, 22 માર્ચ, 2023
અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ મનાવવામાં આવ્યો   
|

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 11 : અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડ દ્વારા 4-10 માર્ચ, 2023 વચ્ચે રાષ્ટ્રીય સુસક્ષા દિવસ મનાવવામાં આવ્યો હતો અને તેના વિતરણ ક્ષેત્રમાં વિદ્યુત સુરક્ષાનાં પગલાં પર તેના ગ્રાહકો માટે સપ્તાહ લાંબી શૈક્ષણિક ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ ઝુંબેશની આગેવાની નેશનલ સેફ્ટી કાઉન્સિલે કરીને આ વર્ષે અમારું લક્ષ્ય- શૂન્ય હાનિ થીમ આસપાસ બાવનમી એનિવર્સરી મનાવવામાં આવી હતી. આ સપ્તાહ દરમિયાન અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડ દ્વારા તેના કર્મચારીઓ માટે સુરક્ષા પર વિવિધ કાર્યક્રમો યોજાયા હતા અને સર્વ વયજૂથના નાગરિકોને રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ દરમિયાન વિદ્યુત સાવચેતીનાં પગલાં તેમના જીવનના રક્ષણમાં કેટલી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તે દર્શાવવામાં આવ્યું હતું. 

રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહનો હેતુ કાર્યસ્થળે મોજૂદ વિવિધ જોખમો અને ખતરા વિશે જાગૃતિ નિર્માણ કરવાનો અને કર્મચારીઓને તે ટાળી કઈ રીતે શકાય તેની પર માહિતગાર કરવાનો હતો. 

સેમિનારો અને વર્કશોપ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ દરમિયાન વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિબંધ લેખન, સૂત્ર લેખન, પોસ્ટર બનાવવા, કર્મચારીઓને સહભાગી કરવા અને સુરક્ષાના પગલાં ફેલાવવાનો સમાવેશ થતો હતો.

હેડલાઇન્સ