• બુધવાર, 22 માર્ચ, 2023
યુક્રેનને અમેરિકાની 400 મિલિયન ડૉલરની સૈન્ય સહાયની જાહેરાત
|

વોશિંગ્ટન, તા.4 : અમેરિકા ફરી એકવાર યુક્રેનને મદદ કરવા આગળ આવ્યું છે. પ્રમુખ જો બાયડનની સરકાર  યુક્રેનને યુદ્ધ માટે 400 મિલિયન ડોલરની સૈન્ય સહાયની  જાહેરાત કરી છે. નવા સૈન્ય સહાય પેકેજમાં ટેક અને બખ્તરિયાં વાહનોને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવા માટે જરૂરી અસ્થાયી બ્રિજ સહિત વિસ્ફોટક સામેલ છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના એક વર્ષ પૂરું થાય તે પહેલાં અમેરિકી પ્રમુખ બાયડન કીવ પહોંચ્યા હતા. જેના લીધે દુનિયા ચોંકી ગઈ હતી. તેમણે યુક્રેન પહોંચી પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત લીધી હતી. રશિયાએ યુક્રેન પર 24 ફેબ્રુઆરી, 2022ના રોજ હુમલો કર્યો હતો. ત્યારથી આ પહેલીવાર હતું જ્યારે અમેરિકી પ્રમુખ યુક્રેન પહોંચ્યા હતા. આ દરમિયાન ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે આ મુલાકાત-વાતચીત અમને વિજયની ઘણી નજીક લાવી દેશે. આ દરમિયાન અમેરિકી વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકને પણ કહ્યું કે, રશિયાને બેધડક રીતે યુક્રેન પર હુમલા કરવા દેવું સંભવિત આક્રમણકારીઓને પણ આવી જ છૂટ આપશે.

હેડલાઇન્સ