• બુધવાર, 22 માર્ચ, 2023
કોરોના રસીથી દેશમાં 34 લાખ લોકો બચ્યા : માંડવિયા  
|

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનો અહેવાલ જાહેર 

નવી દિલ્હી, તા. 25 : ભારતે કોરોના કાળમાં વ્યાપક સ્તરે રાષ્ટ્રીય રસીકરણ અભિયાન છેડીને 34 લાખથી વધુ માનવ જિંદગી બચાવવામાં સફળતા મેળવી છે, તેવું આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું હતું.

રસીકરણ અભિયાનના કારણે અર્થવ્યવસ્થા પર ઓછી અસર થવાથી 18.3 અબજ ડોલર એટલે કે, 15.17 લાખ કરોડ રૂપિયાનું નુકસાન ટાળી શકાયું હતું.

અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એક અહેવાલમાં આ અંગે જાણકારી અપાઇ છે. આ અહેવાલ માંડવિયાએ જારી કર્યો હતો.

વિશ્વ આરોગ્ય સંગઠન (હુ)એ જાન્યુઆરી-2020માં કોરોનાને આરોગ્ય કટોકટી જાહેર કરી, તેનાથી ખૂબ પહેલાં જ ભારતે મહામારી સામે મુકાબલાની તૈયારી શરૂ કરી દીધી હતી.

કોવિડ સંકટના કપરાકાળમાં 80 કરોડ ભારતીયોને  મફત અનાજ સાથે 40 લાખ કામદારને કામ અપાયું હતું.  

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના અહેવાલમાં નોંધાયું છે કે, માસ્ક, સામાજિક અંતર, હોમ ક્વોરન્ટાઇન જેવા નક્કર ઉપાયોથી સંક્રમણ રોકવાના ભારતે પ્રેરક પ્રયાસો કર્યા હતા.

હેડલાઇન્સ