• બુધવાર, 22 માર્ચ, 2023
દ. આફ્રિકાથી વધુ 12 ચિત્તા કૂનો નેશનલ પાર્કમાં
|

ભોપાલ, તા.18: દક્ષિણ આફ્રિકાથી વધુ 1ર ચીતાને ભારત લાવવામાં આવ્યા છે જેને મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા છે. અગાઉ વડાપ્રધાન મોદીએ નામીબિયાથી લાવવામાં આવેલા 8 ચિત્તાના પહેલા જથ્થાને પાર્કમાં છોડયા હતા. 

ભારતમાં છેલ્લા 7 દાયકાથી લુપ્ત થયેલા ચિતાના પુન:વસન માટે કેન્દ્ર સરકારે ચિત્તા પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં બે જથ્થામાં કુલ 20 ચિત્તા આવી ચૂક્યા છે. ભારતીય વાયુસેનાના ખાસ વિમાન સી-17 ગ્લોબમાસ્ટર દ્વારા શુક્રવારે સાંજે દક્ષિણ આફ્રિકાથી લાકડાંના બોક્સમાં રવાના કરવામાં આવેલા 12 ચિત્તા સાથેનું એરફોર્સનું વિમાન સવારે 10 કલાકે ગ્વાલિયર એરપોર્ટે લેન્ડ થયું હતું જ્યાંથી એમઆઈ-17 હેલિકોપ્ટર દ્વારા ચિત્તાને 165 કિમી દૂર કૂનો પાર્ક લાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રિય પ્રધાન ભૂપેન્દ્રસિંહ યાદવની ઉપસ્થિતીમાં તેને પાર્કમાં છોડવામાં આવ્યા હતા.

હેડલાઇન્સ