• બુધવાર, 22 માર્ચ, 2023
મોદી રૂસ-યુક્રેન સંઘર્ષનો અંત કરાવી શકે  
|

અમેરિકી સુરક્ષા પરિષદના પ્રવક્તા કિર્બીએ કહ્યું રશિયા પર ભારતનો પ્રભાવ

વૉશિંગ્ટન, તા. 11 : ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી રૂસ-યુક્રેન યુદ્ધને ખતમ કરવાની પહેલ કરે, તેવું અમેરિકા ઇચ્છે છે. મોદીના પ્રયાસોનું અમે સ્વાગત કરીશું, તેવું અમેરિકી સત્તાધીશો કહે છે. અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીએ વ્હાઇટ હાઉસમાં યુદ્ધ અંગે પૂછાયેલા એક સવાલના જવાબમાં આવી વાત કરી હતી. મને લાગે છે કે, હજુ પણ પુતિન યુદ્ધ રોકી શકે છે, તેના માટે વડાપ્રધાન મોદી જે પણ કોશિશ કરે, તેનું સ્વાગત છે. મોદીના પ્રયાસોથી બન્ને દેશની દુશ્મની ખતમ થઇ શકે છે, તેવું તેમણે ઉમેર્યું હતું. `આ યુદ્ધનો યુગ નથી', તેવું મોદી પુતિનને કરી ચૂક્યા છે. યૂરોપે આ નિવેદનને સકારાત્મક રીતે સ્વીકાર્યું હતું.

યુદ્ધ માટે રશિયાની પ્રમુખ વ્લાદિમીર પુતિનને જવાબદાર ગણાવતાં કિર્બીએ કહ્યું હતું કે, યુક્રેનના લોકો સાથે જે નિર્મમતા થઇ રહી છે, તેના દોષી પુતિન જ છે. અમેરિકાના પ્રમુખ જો બાયડન પણ ડઝન વખત કહી ચૂક્યા છે, પરંતુ પુતિન યુદ્ધ ખતમ કરવા તૈયાર નથી.

હેડલાઇન્સ