• બુધવાર, 22 માર્ચ, 2023
વિશ્વભરમાં આનંદભેર 2023નું સ્વાગત
|

દુનિયાભરમાં 31 ડિસેમ્બરની રાત્રીએ નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું. દુનિયામાં ઘણાં સ્થળો એવા પણ છે, જ્યાં તારીખ ભારત કરતા વહેલા બદલે છે. ટોંગા, કીરિબાતી અને સમોઆમાં ભારતના સમય અનુસાર બપોરે સાડા ત્રણ વાગ્યે જ ન્યુ યર થાય છે. ન્યુઝિલેન્ડમાં પણ નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓકલેન્ડમાં સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને લાઇટ અને આતશબાજી વચ્ચે જોરદાર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયામાં નવા વર્ષે પ્રવેશ કર્યો હતો. જેનું પણ આતશબાજી અને લાઇટિંગ સાથે જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

હેડલાઇન્સ