• રવિવાર, 29 જાન્યુઆરી, 2023
દેશનાં ત્રણ રાજ્યમાં બરફવર્ષા; કાશ્મીરમાં ઍલર્ટ  
|

નવી દિલ્હી, તા. 21 : દેશનાં ત્રણ રાજ્યમાં ભારે  બરફવર્ષા થઇ છે. હિમાચલ પ્રદેશના સાત જિલ્લા શીતલહેરની  ચપેટમાં છે. પ્રદેશમાં બરફવર્ષાનાં કારણે 380 રસ્તા બંધ થઇ જતાં જન જીવનને હાલાકીનો સામનો  કરવો પડયો હતો, સૌથી વધુ અસર લાહોલસ્પીતી જિલ્લામાં છે, જ્યાં 182 માર્ગ બંધ થઇ ગયા છે. બીજી તરફ, કાશ્મીરમાં પણ હિમવર્ષાનાં પગલે શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ પર વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. કાશ્મીરમાં 30મી જાન્યુઆરી સુધી સતત બરફવર્ષાનો એલર્ટ જારી કરાયો છે. પહાડી રાજ્યોમાં પશ્ચિમી વિક્ષોભના પ્રભાવથી બરફ  પડતાં કાતિલ ઠારમાં જન જીવન થરથરે છે. મોસમ વિભાગના વર્તારા મુજબ, 26મી જાન્યુઆરી સુધી આવી જ સ્થિતિ રહેશે. પહાડોમાં હજુ પણ ઠંડી વધી શકે છે. ઉત્તર કાશ્મીરમાં ગંગોત્રી મંદિર આખું બરફનાં ગાઢ આવરણથી ઢંકાઇ ગયું છે. હિમાચલ પ્રદેશનું આખે આખું માને ગામ બરફની ચાદરમાં ઢંકાઇ ગયું છે.