• બુધવાર, 22 માર્ચ, 2023
મુલુંડની ગૌશાળાના સ્થળાંતર સામે વિરોધનો વંટોળ, આજે મૂક રૅલી  
|

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 21 : મુલુંડ (પશ્ચિમ)માં એલબીએસ માર્ગસ્થિત લગભગ એક સદી જૂની ગૌશાળા આવેલી છે. જેનું સંચાલન નથુ લાલજી ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે. સ્થાપિત હિતો ખાતર અહીંના ગૌવંશનું સ્થળાંતર થઈ રહ્યું છે. ભૂતકાળની વિશાળ ગૌશાળા હવે માત્ર એકાદ એકરમાં સંકેલાઈ ગઈ છે અને એમાં પણ અત્યારે અહીંના ત્રણસોથી પણ વધુ ગૌવંશને બીજી જગ્યાએ મોકલી આ ગૌશાળાને ખાલી કરાવવાના પ્રયત્ન ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યા છે. એની સામે જીવદયાપ્રેમીઓ, ગૌવંશપ્રેમીઓમાં આક્રોશ ભભૂકી ઊઠયો છે, વિરોધનો વંટોળ ઊઠયો છે. સ્થળાંતરના નિષેધ માટે લગભગ દરેક સમાજના પ્રતિનિધિઓની સભા મુલુંડ (પશ્ચિમ)માં મળી હતી. જેમાં ગૌવંશના સ્થળાંતર નહીં પણ અહીં જ સ્થાયીકરણનો સૂર ઊઠયો હતો. 

સ્થળાંતરના નિષેધ માટે રવિવાર, તા. 22-1-23ના રોજ મૂક રૅલી કાઢવાનું નક્કી થયું. આ નિષેધ રૅલી સવારે નવ કલાકે મુલુંડ (પશ્ચિમ)માં ઝવેર રોડસ્થિત દેરાસરથી શરૂ. પી.કે. રોડ, પાંચ રસ્તા, એમ.જી. રોડ, અંબાજી ધામ, ભક્તિ માર્ગ થઈ એલબીએસ માર્ગની આ નથુ લાલજી ચે.ટ્ર. ગૌશાળાએ પહોંચી કાયદાનું પૂર્ણ પાલન કરી શાંતિમય રીતે ગૌવંશના સ્થળાંતરનો શાંતિમય, સૂત્રાત્મક બૅનરો સાથે નિષેધ કરશે. ગૌવંશના સ્થળાંતર અટકાવવા, વિરોધનો વ્યાપ વધારવા આ મૂક રૅલીમાં જોડાવા જીવદયાપ્રેમીઓ, ગૌવંશપ્રેમીઓને હાકલ કરવામાં આવે છે.

હેડલાઇન્સ