• બુધવાર, 22 માર્ચ, 2023
સરકારી કર્જમાં 13 ટકાનો વધારો  
|

નવી દિલ્હી, તા.21 : છેલ્લાં પાંચ વર્ષમાં કર્જના સંબંધમાં બે ટ્રેન્ડ સામે આવ્યા છે. પરિવારો અને સરકારનાં કર્જમાં વધારો થયો છે, પરંતુ કંપનીઓએ પોતાની ઉપરનું દેવાનું ભારણ ઘટાડયું છે. વર્ષ-2017થી જૂન-2022 વચ્ચે દેશમાં ઘરેલુ એટલે કે, પારિવારિક કર્જ એક ટકા વધીને 35.5 યકા થઇ ગયું છે, તો ભારતની સરકારનું કર્જ 13 ટકા વધીને 82.4 ટકા થઇ ગયું છે. વર્ષ 2017માં ભારતીય કુટુંબો પર 72.90 લાખ કરોડનું દેવું હતું, જે 2022માં 90.92 લાખ કરોડ થઇ જતાં પાંચ વરસના ગાળામાં કર્જનાં ભારણમાં 18.02 લાખ કરોડનો વધારો થયો છે. પાંચ વરસમાં દેશની સરકાર પર દેવું 69.5 ટકામાંથી વધીને 82.4 ટકા થઇ ગયું છે. 2017માં કેન્દ્ર સરકારનું કર્જ 146.12 લાખ કરોડ હતું, જે 2022 સુધીમાં 211 લાખ કરોડ થઇ ગયું હતું. 

હેડલાઇન્સ