• બુધવાર, 22 માર્ચ, 2023
બ્રિટીશ વડા પ્રધાન સુનકને ટ્રાફિક પોલીસે ફટકાર્યો દંડ  
|

ચાલુ કારે વીડિયો બનાવ્યો, સીટ બેલ્ટ નહતો બાંધ્યો 

લંડન, તા.21: બ્રિટીશ વડાપ્રધાન ઋષિ સુનકને ટ્રાફિક નિયમનો ભંગ કરવા બદલ પોલીસ દ્વારા 100 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે. લંકાશાયર પોલીસે શુક્રવારે વડાપ્રધાન સુનક વિરુદ્ધ મેમો ઈસ્યૂ કર્યો હતો. જો કે ટ્રાફિક નિયમનું પાલન ન કરવા બદલ સુનક ગુરુવારે જ માફી માગી ચૂક્યા હતા. તેઓએ ચાલતી કારમાં સોશિયલ મીડિયા વીડિયો બનાવ્યો હતો અને સીટ બેલ્ટ બાંધેલો ન હતો. જેનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે દંડાત્મક કાર્યવાહી કરી કાયદા-નિયમ પાલનનો દાખલો બેસાડયો હતો.

હેડલાઇન્સ