વોશિંગ્ટન, તા. 21 : અમેરિકી ઉદ્યોગપતિ એલન મસ્ક દ્વારા કમાન સંભાળવામાં આવ્યા બાદ સોશિલય મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરમાં કામ કરતા કર્મચારીઓમા 80 ટકાનો ઘટાડો આવ્યો છે. સીએનબીસીએ આંતરીક કંપની રેકોર્ડના હવાલાથી પ્રકાશિત કરેલા રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર ઓક્ટોબર 2022ના અંતમાં એલન મસ્કે ટ્વિટરની કમાન સંભાળી તે પહેલા કંપનીમાં લગભગ 7500 કર્મચારીઓ હતા.