• બુધવાર, 22 માર્ચ, 2023
અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલે પતંગ ચગાવી
|

મકરસંક્રાંતિ અને ઉત્તરાયણના પર્વે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા પ્રધાન અમિત શાહ અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ગોતા વંદેમાતરમ વિસ્તારમાં શુકન રેસિડેન્સી ખાતે પતંગ ઉડ્ડયનનો આનંદ માણ્યો હતો. ભૂપેન્દ્ર પટેલના વિધાનસભા મત વિસ્તાર ઘાટલોડિયા અને અમિત શાહના ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ગોતા વંદેમાતરમ વિસ્તારના રહીશો સાથે અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ મુક્ત ગગનમાં પતંગ ઉડાવી ઉત્તરાયણ  પર્વમાં સહભાગી  થયા હતા. તેમણે લોકોનું અભિવાદન ઝીલીને અને રંગબેરંગી ફુગ્ગા આકાશમાં છોડીને આ પર્વને લોકોત્સવ બનાવ્યું હતું

હેડલાઇન્સ