• બુધવાર, 22 માર્ચ, 2023
ગિરગાંવમાં 62 વર્ષના શખસે મહિલા ઉપર ઍસિડ હુમલો કર્યો 
|

મુંબઈ, તા. 14 (પીટીઆઇ) : મુંબઈમાં 62 વર્ષના શખસે પોતાની લીવ ઇન પાર્ટનર ઉપર ઍસિડ હુમલો કર્યો છે. બંને એકબીજા સાથે છેલ્લાં 25 વર્ષથી રહેતાં હતાં. પોલીસે જણાવ્યું હતું કે શુક્રવારે સવારે 5.30 વાગ્યે ગિરગાંવની ફણસવાડીમાં 62 વર્ષના શખસે પોતાની લીવ ઇન 54 વર્ષની પાર્ટનર ઉપર ઍસિડ ફેંકયું હતું. આરોપી મહેશ પૂજારી આ મહિલા સાથે 25 વર્ષથી રહેતો હતો. ગત કેટલાક દિવસોથી બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. તેમ જ મહિલાએ આરોપી ઉપર ઘર છોડી દેવાનું દબાણ કર્યું હતું. મહેશ સતત નશામાં હોવાથી બંને વચ્ચે રોજેરોજ ઝઘડા થતા હતા. શુક્રવારે સવારે મહિલા પાણી ભરવા ઊઠી ત્યારે મહેશે બહારથી આવીને તેના ઉપર ઍસિડ ફેંકયું હતું. જેમાં તે 40 ટકા દાઝી ગઇ હોવાનું તબીબે જણાવ્યું હતું. લોકમાન્ય ટિળક માર્ગ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

હેડલાઇન્સ