• બુધવાર, 22 માર્ચ, 2023
ઉદ્ધવ સેનાના સાંસદ સંજય રાઉતનો ભાગીદાર છેતરપિંડી મામલે ઝડપાયો
|

મુંબઈ, તા. 14 (પીટીઆઇ) : મુંબઈમાં પોલીસે શિવસેના (ઉ.બા.ઠા)ના સાંસદ સંજય રાઉતના ભાગીદાર સુજીત પાટકરની કંપની વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધીને પાટકરની ધરપકડ કરી છે. સુજીત પાટકર વિરુદ્ધ શુક્રવારે મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં આઇપીસીની વિવિધ કલમો હેઠળ છેતરપિંડી અને ઠગાઇનો કેસ નોંધાયો છે. મુંબઈ પોલીસ અનુસાર સુજીત પાટકરની હેલ્થકેર મૅનેજમેન્ટ સર્વિસ લિમિટેડ કંપની અને તેના ભાગીદારો સંદીપ હરિશંકર ગુપ્તા અને યોગેશ ભુમેશ્વર રાવ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 465, 468, 471 અને 34 હેઠળ કેસ નોંધાયો છે. તમામ ઉપર બનાવટી દસ્તાવેજો જમા કરવા અને બનાવટી દસ્તાવેજો જમા કરી સરકાર સાથે છેતરપિંડી કરવાનો કેસ નોંધાયો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

હેડલાઇન્સ