માત્ર 26 બૉલમાં અર્ધસદી સાથે કૃણાલ પંડયાના રેકોર્ડની બરાબરી કરી
નવી દિલ્હી, તા. 10 : વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન એલિક અથાનઝેએ યુએઈ સામે ડેબ્યુ વનડે મેચમાં મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. એલિક અથાનઝેના નામે ડેબ્યુ વનડેમાં સૌથી ઝડપી અર્ધસદીનો રેકોર્ડ નોંધાયો છે. તેણે માત્ર 26 બોલમાં અર્ધસદી પૂરી કરી હતી અને ભારતના કૃણાલ પંડયાની બરાબરી કરી છે. કૃણાલ પંડયાએ પણ ડેબ્યુ મેચમાં 26 બોલમાં ફિફટી કરી હતી.
વેસ્ટ ઈન્ડિઝે ત્રીજા વનડે યુએઈની હરાવીને ત્રણ મેચની શ્રેણી ઉપર 3-0થી કબજો કરી લીધો છે. ત્રીજા વનડેમાં યુએઈએ પહેલા બેટિંગ કરતા 36.1 ઓવરમાં 184 રન કર્યા હતા. જેમાં કેવિન સિનક્લેયરે ચાર વિકેટ લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝે માત્ર 35.1 ઓવરમા છ વિકેટ ગુમાવીને લક્ષ્ય મેળવી લીધું હતું. જેમાં એલિક અથાનઝેએ 45 બોલમાં 65 રનની ઈનિંગ રમી હતી જ્યારે શામરાહ બ્રુક્સે 39 અને રોસ્ટર ચેઝે નોટઆઉટ 27 રન કર્યા હતા.