• સોમવાર, 04 ડિસેમ્બર, 2023

મોહાલીમાં અૉસ્ટ્રેલિયા સામે ભારતીય બૉલરોનો વિક્રમ

16 વર્ષ બાદ ઘરેલુ મેદાનમાં ફાસ્ટ બૉલરની પાંચ વિકેટ : શમી અૉસ્ટ્રેલિયાની વિકેટ લેવામાં બીજા નંબરે

મોહાલી, તા. 23: ભારતે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વન ડે શ્રેણીના પહેલા મુકાબલામાં પાંચ વિકેટે ધમાકેદાર જીત મેળવી લીધી છે. શુક્રવારે મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિયેશનનાં સ્ટેડિયમમાં રમાયેલા મેચમાં ભારતને જીત માટે 277 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેને ભારતે 48.4 ઓવરમાં મેળવી લીધો હતો. ભારતની જીતમાં શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ અને કે એલ રાહુલની મહત્ત્વની ભૂમિકા રહી છે. ઓપનર ગિલે સૌથી વધારે 74 રન કર્યા હતા. જેમાં ચોગ્ગા અને બે છગ્ગા સામેલ હતા જ્યારે ઋતુરાજ ગાયકવાડે 77 બોલમાં 71 રન કર્યા હતા.

કે એલ રાહુલે 58 અને સુર્યકુમાર યાદવે 50 રન કર્યા હતા. રાહુલે સીન એબોટના બોલમાં સિક્સ ફટકારીને ટીમને જીત અપાવી હતી. ઋતુરાજ-ગિલે પહેલા 142 રન જોડયા હતા જ્યારે રાહુલ અને સૂર્યકુમાર વચ્ચે પાંચમી વિકેટ માટે 80 રનની ભાગીદારી થઈ હતી. વન ડેમાં ત્રીજી વખત એવું બન્યું હતું. જ્યારે ભારત તરફથી રનચેઝમાં ચાર ખેલાડીઓએ 50 કે તેથી વધારે રન કર્યા હતા. પહેલાં ઇંગ્લેન્ડ સામે બે વખત આવી રીતે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ રમી ચૂક્યા છે. 

ભારતે મોહાલીના