• મંગળવાર, 26 સપ્ટેમ્બર, 2023

બાંગ્લાદેશ સામે હારથી ભારતને મળ્યા પાંચ સંદેશ  

સૂર્યાનો ફ્લોપ શો યથાવત, મિડલ અને લોઅર અૉર્ડર રહ્યો પૂરી રીતે ફ્લોપ

નવી દિલ્હી, તા. 16 : રોહિત શર્મા બંગલાદેશ સામે એશિય કપમાં બીજા બોલે ઝીરોમાં આઉટ થયો હતો. માત્ર શુભમન ગીલ એક તરફથી ટકી રહ્યો હતો. બીજી તરફ એક પછી એક વિકેટનું પતન જારી રહ્યું હતું. તિલક વર્મા પાંચ, કેએલ રાહુલ 19, ઈશાન કિશન 5, સુર્યકુમાર યાદવ 26 અને રવીન્દ્ર જાડેજા સાત રન કરીને આઉટ થયા હતા. અક્ષર પટેલે 42 રન કરીને સંઘર્ષ કર્યો હતો. બંગલાદેશ સામે ભારતને રને હાર મળી હતી. જો ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ પીચ ઉપર ટકી રહેવાની કોશિશ કરી હોત તો પરિણામ અલગ હોવાની સંભાવના હતી. અમુક લોકોને બેજવાબદારીપુર્વ શોટસ રમ્યા હતા. જે મોટું નુકશાન હતું. સાથે રોહિત શર્માનો એશિયા કપમાં કેપ્ટનશીપમાં અજેય રહેવાનો રેકોર્ડ પણ ધ્વસ્ત થયો છે. ટીમ ઈન્ડિયાના બોલરો ફરી એક વખતથ બેટિંગમાં યોગદાન કરવામાં મહાફ્લોપ રહ્યા હતા. શાર્દૂલ ઠાકુર 11, મોહમ્મદ શમી 6 રને આઉટ થયો હતો. 

સૂર્યાનો ફ્લોપ શો 

ટી20મા નંબર વન બેટ્સમેન સુર્યકુમાર યાદવ બંગલાદેશ સામે શાકિબ અલ હસનના બોલમાં બોલ્ડ થયો હતો. સુર્યાને જોઈને લાગી રહ્યું