• મંગળવાર, 26 સપ્ટેમ્બર, 2023

બાબર અને શાહીન વચ્ચે ઉગ્ર બોલાચાલી  

શ્રીલંકા સામે હાર બાદ પાકિસ્તાની ટીમમાં તિરાડ : રિઝવાને મામલો થાળે પાડયો

નવી દિલ્હી, તા. 16: બાબર આઝમની આગેવાનીમાં પાકિસ્તાની ટીમને શ્રીલંકા સામે બે વિકેટે હાર મળ્યા બાદ એશિયા કપમાંથી બહાર થઈ છે. અગાઉ પાકિસ્તાન ભારત સામે 228 રને હાર્યું હતું. પાકિસ્તાન સુપર 4મા સૌથી નબળી ટીમ સાબિત થઈ હતી. કહેવાય છે કે, એશિયા કપથી બહાર નીકળ્યા બાદ પાકિસ્તાની ટીમમાં તિરાડ પડી છે. શ્રીલંકા સામે હાર બાદ કેપ્ટન બાબર અને સ્ટાર ફાસ્ટ બોલર શાહિન આફરીદી વચ્ચે ડ્રેસિંગ રૂમમાં દલીલો થઈ હતી. વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનના દખલ બાદ ગરમાગરમી પૂરી થઈ હતી. 

સૂત્રોના કહેવા પ્રમાણે પાકિસ્તાની ક્રિકેટ ટીમમાં ત્રણ વર્ષથી ચાલી આવતી એકજૂથતામાં તિરાડ આવી છે. એશિયા કપમાંથી બહાર ફેંકાયા બાદ ટીમમાં ફૂટ જોવા મળી છે. બાબરે સીનિયર ખેલાડીઓની આલોચતા શાહીન આફરીદીએ તેને ટોક્યો હતો. શાહીને કહ્યું હતું કે, જેણે સારું પ્રદર્શન કર્યું છે તેને શાબાશી મળવી જોઈએ. દરમિયાન બાબર અને શાહીન વચ્ચે વાત ઉગ્ર રૂપ ધારણ કરી રહી હતી. તેવામાં રિઝવાન વચ્ચે પડયો હતો અને મામલો થાળે પાડયો હતો. બાબરે શાહીનને કહ્યું હતું કે, અમુક લોકો