• શનિવાર, 20 એપ્રિલ, 2024

ફ્રૅન્ચ અૉપનમાં આઈપીએલ જેવો માહોલ : ગંભીરની જેમ ઉજવણી

પેરિસ, તા. 3: આઈપીએલ બાદ હવે ખેલાડીઓની નજર ફ્રેન્ચ ઓપન ઉપર છે. એટીપી રેકિંગમાં નંબર બે ઉપર રહેલો રશિયાનો ડેનિલ મેદવેદેવ પહેલા જ રાઉન્ડમાં હારીને બહાર થયો છે જ્યારે જોકોવિચ ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગયો છે. આ દરમિયાન ફ્રેન્ચ ઓપનમાં પણ આઈપીએલની અસર જોવા મળે છે. પુરુષ સિંગ્લસના બીજા રાઉન્ડમાં અમેરિકી ટેનિસ સ્ટાર ટેલર ફ્રિટઝે ધમાકેદાર જીત મેળવી છે. 

આ જીત બાદ ટેનિસ સ્ટારે અનોખા અંદાજમાં ઉજવણી કરી હતી. તેણે મોઢા ઉપર આંગળી રાખીને ચાહકો તરફ ઈશારો કર્યો હતો. આવી જ રીતે આઈપીએલમાં ગૌતમ ગંભીરે પણ ઉજવપી કરી હતી. ત્યારે સોશિયલ મીડિયા ઉપર દાવો કરવામાં આવ્યો હતો કે ગ્રાઉન્ડ ઉપર કોહલીના નામના નારા લગાડી રહેલા લોકોને ગંભીરે ચૂપ રહેવાનો ઈશારો કર્યો હતો.

રાજકીય પ્રવાહો
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.