• રવિવાર, 29 જાન્યુઆરી, 2023
વાણગાંવ અને દહાણુ રોડ સ્ટેશનો વચ્ચે પાવર અને ટ્રાફિક બ્લૉક   
|

મુંબઈ, તા. 7 : ડીએફસીસીઆઇએલના કાર્યને પગલે પશ્ચિમ રેલવેમાં વાણગાંવ અને દહાણુ રોડ સ્ટેશનો વચ્ચે અપ અને ડાઉન લાઇનો ઉપર આઠમી, નવમી, 11મી અને 12મી જાન્યુઆરીએ સવારે 9.45 વાગ્યાથી સવારે 10.45 વાગ્યા સુધી તેમ જ 13મી જાન્યુઆરીએ સવારે 10.20 વાગ્યાથી સવારે 11.20 વાગ્યા સુધી પાવર અને ટ્રાફિક બ્લોક રહેશે. આ બ્લોક દરમિયાન કર્ણાવતી એકસપ્રેસ આઠમી, નવમી, 11મી અને 12મી જાન્યુઆરીએ દહાણુ રોડ સ્ટેશન ઉપર 35 મિનિટ મોડી રહેશે. અંધેરીથી છૂટનારી સવારે 7.51 વાગ્યાની દહાણુ રોડ લોકલ વાણગાંવ સ્ટેશને શોર્ટ ટર્મિનેટ રહેશે. તેમ જ સવારે 7.42 વાગ્યાની ચર્ચગેટ - દહાણુ રોડ લોકલ ટ્રેન વાણગાંવ સ્ટેશને શોર્ટ ટર્મિનેટ રહેશે. ભગત કી કોઠી - દાદર સુપરફાસ્ટ એકસ્પ્રેસને દહાણુ રોડ સ્ટેશને 40 મિનિટ મોડી રહેશે. ચર્ચગેટ-દહાણુ રોડની સવારે 8.49 વાગ્યાની લોકલને વાણગાંવ સ્ટેશને 20 મિનિટ મોડી રહેશે.