• રવિવાર, 29 જાન્યુઆરી, 2023
મધ્ય રેલવેમાં એસી લોકલના પ્રવાસીઓની સંખ્યા એક કરોડ ઉપર પહોંચી
|

મુંબઈ, તા. 7 : મધ્ય રેલવેની મેઇન લાઇનમાં એસી લોકલમાં પ્રવાસ કરતા પ્રવાસીઓની સંખ્યા એક કરોડને પાર પહોંચી ગઇ છે. મધ્ય રેલવેએ એસી પ્રવાસની ટિકિટના ભાડામાં 50 ટકા ઘટાડો કર્યા બાદ મે, 2022થી આ લોકલ પ્રવાસને પ્રવાસીઓનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. મે મહિનામાં 8.36 પ્રવાસીઓએ એસી લોકલનો પ્રવાસ માણ્યો હતો. ડિસેમ્બરમાં પ્રવાસીઓની સંખ્યા 12.39 લાખ થઇ હતી. એ જ રીતે એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન એસી લોકલમાં પ્રવાસ કરનારાંઓની સંખ્યા એક કરોડને પાર થઇ હતી, એમ મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું. મધ્ય રેલવેમાં મેઇન લાઇન ઉપર 56 એસી લોકલ દોડી રહી છે.