• રવિવાર, 29 જાન્યુઆરી, 2023
તુનિશા આત્મહત્યા : શિઝાનની જામીન અરજીની સુનાવણી સોમવારે થશે
|

પાલઘર, તા. 7 (પીટીઆઈ) : અભિનેત્રી તુનિશા શર્માને આત્મહત્યા કરવાની કથિતરૂપે ફરજ પાડવા બદલ પકડાયેલા સહ-અભિનેતા શિઝાન ખાનની જામીન અરજીની સુનાવણી અદાલતે નવમી જાન્યુઆરી સુધી મુલતવી રાખી છે. 

મીરા-ભાયંદર, વસઈ-વિરાર પોલીસે આજે કોર્ટમાં જણાવ્યું હતું કે તુનિશા શર્માની ઉત્તરક્રિયામાં તેનાં માતા વનિતા શર્મા વ્યસ્ત હોવાથી તેમનું નિવેદન નોંધી શકાયું નથી. વનિતા શર્માએ 13મી જાન્યુઆરી સુધીનો સમય માગ્યો છે. વનિતા શર્મા આજે અદાલતમાં હાજર રહ્યાં નહોતાં.