• રવિવાર, 29 જાન્યુઆરી, 2023
20થી 22 જાન્યુઆરી સુધીમાં પ્રધાનમંડળનું વિસ્તરણ  
|

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 7 : મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે- દેવેન્દ્ર ફડણવીસની સરકારે સત્તાગ્રહણ કર્યાને છ માસ કરતા પણ વધારે સમય વીતી ગયો છે. આ ગાળામાં માત્ર એક જ વાર પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. જોકે, આવતી 20મીથી 22મી જાન્યુઆરીના સમયગાળામાં પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવશે.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથની આગેવાની હેઠળની શિવસેનાના વિધાનસભ્ય સંજય શિરસાટે જણાવ્યું છે કે વર્તમાન જાન્યુઆરી માસમાં પ્રધાનમંડળનનું વિસ્તરણ કરવામાં આવશે. સત્તાગ્રહણ કર્યાને ઘણો સમય વીતી ગયો છે. તેથી હવે વિસ્તરણ કરવું જરૂરી છે.

ઉદ્ધવ ઠાકરે જૂથની ટીકા કરતાં સંજય રાઉતે જણાવ્યું હતું કે આગામી આઠથી દસ દિવસમાં ઉદ્ધવ ઠાકરે જૂથના શેષ વિધાનસભ્યો પણ શિંદે જૂથમાં જોડાઈ જશે. સંજય રાઉત એ ઉદ્ધવ ઠાકરે જૂથના લાઉડસ્પીકર છે. તેમના કારણે અનેક નેતાઓ શિવસેના છોડી જશે. ભવિષ્યમાં ચૂંટણી લડવી કે કેમ એ સવાલ પણ ઉદ્ધવ ઠાકરે સમક્ષ ઊભો થશે. ઉદ્ધવ ઠાકરે ગેરમાર્ગે દોરનારાઓને કારણે બાળ ઠાકરે સ્થાપેલી શિવસેના ખતમ થઈ રહી છે. આ કામ અત્યારે પણ ચાલુ છે કોણ બોલી રહ્યું છે? શું બોલી રહ્યું છે? તેઓએ ક્યારેય પાયાના સ્તરે કામ કર્યું છે? તેઓએ પાયાના કાર્યકરો સાથે વાત કરી છે? આ કારણોસર શિવસેના (ઉદ્ધવ) ઠાકરેના હસ્તે કામ કરી રહી છે.