• રવિવાર, 29 જાન્યુઆરી, 2023
રાઉતએ કહેલી વાતો કહીશ તો ઉદ્ધવ અને રશ્મિ ઠાકરે તેમને પગરખાંથી મારશે : નારાયણ રાણે
|

મુંબઈ, તા. 7 : શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સાંસદ સંજય રાઉત ઉપર ગંભીર આરોપ મૂકતા ભાજપના નેતા અને કેન્દ્રના પ્રધાન નારાયણ રાણેએ આજે કહ્યું છે કે રાજ્યસભામાં સંજય રાઉત મારી પાસે આવતા હતા. ત્યાં તેઓ મને ઉદ્ધવ ઠાકરે અને રશ્મિ ઠાકરે વિશે કહેતા હતા. તેઓની વાતની જાણ ઉદ્ધવ અને રશ્મિ ઠાકરેને થશે તો તેઓ રાઉતને ચપ્પલથી મારશે. 

રાણેએ આજે પત્રકારોને જણાવ્યું હતું કે હું બધાને જણાવી રહ્યો છું કે હું એક દિવસ ઉદ્ધવ ઠાકરેને મળીશ. રાઉત મને શું કહેતા હતા તે ઉદ્ધવ અને રશ્મિ ઠાકરેને કહીશ. તેઓ મને ઉદ્ધવ અને રશ્મિ ઠાકરે વિશે જાતજાતની અને વિચિત્ર વાતો કહેતા હતા. રાઉતએ શિવસેનાનો ફેલાવો કર્યો નથી. તેમણે શિવસેના પક્ષને ખતમ કર્યો છે. રાઉત `માતોશ્રી'ની ટનલ સમાન છે. તેઓ જેના ખભા ઉપર હાથ મૂકે તે ખભો પડ્યો જ સમજો. રાઉત એક ઝેરી જાનવર છે.