• બુધવાર, 22 માર્ચ, 2023
કેદારનાથ ધામના કપાટ 25 એપ્રિલે ખૂલશે 
|

નવી દિલ્હી, તા.18 : ઉત્તરાખંડ સ્થિત કેદારનાથ ધામના દરવાજા કયારે ખુલશે તેની જાહેરાત કરવામાં આવી છે.  આજે મહાશિવરાત્રીના પાવન પર્વ પર ઉખીમઠમાં પરંપરાગત પૂજા પછી તેમજ પંચાંગની ગણતરી બાદ કેદારનાથ મંદિરના કપાટ ખોલવા માટેનો શુભ સમય નક્કી કરવામાં આવ્યો હતો. આ વર્ષે મેઘ લગ્નમાં કેદારનાથ ધામના કપાટ ખોલવામાં આવશે. મંદિરના કપાટ 25 એપ્રિલે સવારે 6.20 કલાકે ખોલવામાં આવશે. 

હેડલાઇન્સ