• બુધવાર, 22 માર્ચ, 2023
તાતા ઇન્સ્ટિટયૂટમાં મોદી વિશેની ડૉક્યુમેન્ટરી દેખાડવાના દાવાને પગલે ભાજપના દેખાવો
|

200થી વધુ વિદ્યાર્થીએ ડૉક્યુમેન્ટરી જોઈ હોવાનો દાવો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 28 : તાતા ઇન્સ્ટિટયૂટ અૉફ સોશિયલ સાયન્સીસ (ટિસ) ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશેની બીબીસી ડૉક્યુમેન્ટરી 200 કરતા વધારે વિદ્યાર્થીઓએ જોઈ છે એમ તેના શૉનું આયોજન કરનારા પ્રોગ્રેસીવ સ્ટુડન્ટ્સ ફોરમે આજે જણાવ્યું છે. `ઇન્સ્ટિટયૂટ'ના વહીવટીતંત્રએ કેન્દ્ર સરકાર દ્વારા ગત 27મી જાન્યુઆરીએ નિવેદન બહાર પાડીને બીબીસીની ઉક્ત દસ્તાવેજી ફિલ્મને દેખાડવાની બંધી લાદી હતી. તેના વિરુદ્ધની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ આચરી રહ્યા છે. ગુજરાતમાં વર્ષ 2002માં રમખાણો અંગે બે હિસ્સાની દસ્તાવેજી ફિલ્મ દેખાડવા સામે ભાજપની યુવા પાંખે `ઇન્સ્ટિટયૂટ'ની બહાર દેખાવો કર્યા હતા. આ ફિલ્મ દેખાડવા નહીં દેવાય એવી પોલીસની ખાતરી પછી ભાજપની યુવા પાંખે દેખાવો પાછા ખેંચ્યા હતા. બીજી તરફ `પ્રોગ્રેસીવ સ્ટુડન્ટ્સ ફોરમ'એ દાવો કર્યો હતો કે `ઇન્સ્ટિટયૂટ'ના કેમ્પસમાં 200 કરતાં વધારે વિદ્યાર્થીઓએ આ દસ્તાવેજી ફિલ્મ જોવાની શરૂઆત કરી છે. આમ છતાં આ ફિલ્મ દેખાડવામાં આવી રહી છે કે પછી તેઓ પોતાના અંગત ડિવાઈસ ઉપર વિદ્યાર્થીઓ તે જોઈ રહ્યા છે તે વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.

હેડલાઇન્સ