• બુધવાર, 22 માર્ચ, 2023
કેન્દ્રીય કર્મીઓને બજેટ બાદ ફિટમેન્ટ ફેક્ટરમાં વધારાની આશા
|

નવી દિલ્હી, તા. 28 : નાણામંત્રી નિર્મલા સીતારમણ આગામી પહેલી ફેબ્રુઆરીના રોજ સામાન્ય બજેટ રજૂ કરશે. આમ જનતાને આશા છે કે સીતારમણની પોટલીમાંથી તેમના માટે ખુશીઓની સોગાત નિકળશે. જો કે મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓને પણ બજેટ બાદ મોટી ભેટ આપી શકે છે. આશા છે કે સરકારી કર્મચારીઓના વેતનના ફિટમેન્ટ ફેક્ટરમાં બદલાવ થઈ શકે છે. ફિટમેન્ટ ફેક્ટર એક કોમન વેલ્યુ હોય છે. જેનાથી કર્મચારીઓના બેસીક પેનો ગુણાકાર કરવામાં આવે છે. આ રીતે વેતનની ગણતરી કરવામાં આવે છે. જેમાં વધારો થવાથી કર્મચારીઓની લઘુત્તમ સેલેરી 18 હજાર રૂપિયાથી વધીને 26 હજાર રૂપિયા થઈ જશે. 

વર્તમાન સમયે કોમન ફિટમેન્ટ ફેક્ટર 2.57 ટકા છે. એટલે કોઈ કર્મચારીને 15500 રૂપિયા બેસીક પે મળી રહ્યા છે તો તેની સેલેરી 39,835 રૂપિયા હશે.

 ફિટમેન્ટ રેશિયો 1.86 ટકાએ રહેવાની ભલામણ સીપીસીએ કરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફિટમેન્ટ ફેક્ટરને વધારીને 3.68 ટકા કરવાની માગણી કરવામાં આવી છે. જેનાથી કર્મચારીઓનું વેતન 18 હજાર રૂપિયાથી વધીને 26000 રૂપિયા સુધી પહોંચી શકે છે. ઘણા વર્ષથી એમ્પ્લોઈ યુનિયન સરકાર સમક્ષ ફિટમેન્ટ ફેક્ટરમાં વધારાની માગણી કરી રહ્યું છે. તેમનો  તર્ક છે કે ડીએમાં વધારા બાદ પણ બેસિક સેલેરીમાં વધારો થવો જોઈએ કારણ કે સેલેરી તેના આધારે જ વધે છે.

હેડલાઇન્સ