• બુધવાર, 17 જુલાઈ, 2024

હિન્દુ મરણ

ઈડર ઔદીચ્ય પિસ્તાલીસ 

ઉમેદગઢના ઇન્દુમતી ચંદુલાલ ઠાકર (ઉં. 93). તે .નિ. ચંદુલાલ હરગાવિંદ ઠાકરનાં પત્ની. પંકજ, યોગેશ, પિનાકીન, સ્મિતા, દિના, સોનલનાં માતા. વર્ષા, કિરણ, પર્ણા, .નિ. રાજેન્દ્રકુમાર, પંકજકુમાર, શૈલેષકુમારનાં સાસુ. .નિ. શ્રેયસ, દર્શન, કીર્તન, જયદીપનાં નાની-દાદી. પિયરપક્ષે જગન્નાથ કિરપારામ ત્રિવેદીનાં પુત્રી. પ્રાર્થનાસભા 8મીને સોમવારે સાંજે પથી 7. ઠે. : બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, અજમેરા સ્કૂલની સામે, યોગીનગર, બોરીવલી (.). 

 

નવગામ ભાટીયા

સાગરવાળા હાલ મુંબઈ ગં. સ્વ. ગુણવંતી ભગવાનદાસ (ભાવના બેન) વેદ ઉમર વર્ષ 79, તે નિરંજના બેન ગુણવંતરાય આશર, અશ્વિન નારણદાસ વેદ, કિરણ મથુરાદાસ વેદ તથા નીતા વિજય આશરના ભાભી, ગોંડલ વાળા ગો. વા. હરિદાસ ગોકળદાસ સંપટના પુત્રી, ભામિની સુધીર ઉદેશી, કામિની કેતન આશર, કમલેશ, જાગૃતિ દેવ રાજદા, જ્યોતિ કિરણ સનયૅ અને શૈલેનદ્રના માતાશ્રી, તેમજ રોશની, પરિતા, ઉજ્વલા, જેનીતના નાની, તારીખ 5 જુલાઇ 2024 ના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. તેમનું ઉઠમણું તારીખ 8 જુલાઈ સોમવારે યોગીનગર એસોસિએશન હોલ, યોગી પ્રેસ્ટીજ ટાવરની સામે, યોગીનગર મધ્યે સાંજે 4 થી 5 વાગ્યે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે

 

કોળી પટેલ

કોલવાના સ્વ. લક્ષ્મીબેન તથા સ્વ. હરકિશનદાસ ભીખાભાઈ પટેલના પુત્ર દૌલતભાઈ (ઉં. 74) રવિવાર, 30મીએ સ્વર્ગવાસ પામ્યા છે. તે ઉર્મિલાબેનના પતિ. દક્ષા, ધનસુખના પિતા. મહેન્દ્રભાઈના સસરા. ધીરુભાઈ, બિપીનભાઈ, કાંતિભાઈ, પુષ્પાબેન, નિરુબેનના ભાઈ. બન્ને પક્ષનું બેસણું સોમવાર, 8મીએ બપોરે 2થી 5. પુચ્છપાણી ગુરુવાર, 11મીએ 3થી 5. ઠે.: રૂમ નં. 1, આંબાવાડી, છગન મંછુ ચાલ, એરલિંક હોટેલની બાજુમાં, નેહરુ રોડ, વિલે પાર્લે (પૂ.) લૌ. વ્ય. બંધ છે.

 

હિન્દુ

હાથીયાવાડીના નરેન્દ્રભાઈ મગનભાઈ પટેલ મંગળવાર, 2જીએ દેવલોક પામ્યા છે. તે કાન્તાબેનના પતિ. રાજેશ, અશ્વિન, ગૌરાંગના પિતા. કરુણા, રંજની, જીગીશાના સસરા. જયનમ, આયુશ, નિયતી, નવીમના દાદા. પ્રાર્થનાસભા સોમવાર, 8મીએ બપોરે 3થી 5. પુચ્છપાણી 13મીએ બપોરે 4. નિ.: નવી શુકલાની ચાલ, રૂમ નં. 3, સાંઈબાબા મંદિરની સામે, કુરાર વિલેજ, માલાડ (પૂ.).

 

હિન્દુ

બિલીમોરાના છોટુભાઈ લાલજી પટેલ (ઉં. 75) મંગળવાર, 2જીએ અવસાન પામ્યા છે. તે કંચનબેનના પતિ. રાકેશ, પપ્પુ, મનૅષાના પિતા. હેમાના સસરા. ગુંજન, રોનકના દાદા. બેસણું: સોમવાર, 8મીએ 4થી 6. પુષ્પાણી શનિવાર, 13મીએ 3. ઠે.: 4 ખંડેરાવ વાડી, રૂમ નં. 4, દાદી શેઠ અગિયારી લેન, કાલબાદેવી રોડ, મુંબઈ-2.

 

. . ઝા. સાડાચારસો બ્રાહ્મણ  

વિલે પાર્લેના સિદ્ધાર્થ (સતીશ) (ઉં. 61) 5મીએ સ્વર્ગવાસ પામ્યા છે. તે સ્વ. મંગળાબેન તથા સ્વ. વિષ્ણુપ્રસાદ શાસ્ત્રીના પુત્ર. તૃપ્તિ, સ્વ. નૈષેધ, શૈલેષના ભાઈ. મીતા, મીનાના દિયર. નેહા, સોહમના કાકા. પ્રાર્થનાસભા 8મીએ 5થી 7. ઠે.: અમૃતબાગ, બજાજ રોડ, વિલે પાર્લે (.). 

 

દશા સોરઠીયા વણિક  

સરસાઈના અરાવિંદભાઈ ભાયચંદ ગગલાણી (ઉં. 68). તે જયશ્રીબેનના પતિ. સ્વ. શાંતાબેન તથા ભાઈચંદ ગગાલાણીના દીકરા. સ્વ. મનસુખભાઈ, રજનીભાઈ, પ્રમોદભાઈ, સ્વ. તારાબેન, સ્વ. રમાબેન, મધુબેનના ભાઈ. ભવનતિકા રોહન પિંટોના પિતા, સ્વ. બાબુભાઈ સાંગાણીના જમાઈ 4થીએ શ્રીજીશરણ પામ્યા છે. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે

 

સિહોર સંપ્રદાય ઔદીચ્ય અગિયારસે બ્રાહ્મણ 

કમળેજના નીલાબેન (ઉં. 68). તે નટવરલાલનાં પત્ની. સ્વ. કુંદનબેન પ્રતાપરાય જોષીનાં પુત્રવધુ. ધવલભાઈ, માધવીબેન, ઝરણાબેન અભિષેકકુમાર ઓઝાનાં માતા. મિત્તલબેન ધવલકુમાર જોષીનાં સાસુ. સ્વ. હરગાવિંદભાઈ મયાશંકરભાઈ દેસાઈનાં પુત્રી 30મીએ કૈલાસવાસ પામ્યાં છે.

 

કપોળ

ભાવનગરના સ્વ. દિલીપભાઈ શાંતિલાલ બુસાનાં પત્ની ગં.સ્વ. મંજુલાબેન (ઉં. 84) 5મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે રાજુભાઈ, રીટા જીતેન્દ્ર કોઠારી, મયુરી મનોજ આહુજાના માતા. સોનલ, અવનીના સાસુ. જય, કીઆનના દાદી. સ્વ. મોહનલાલ મુળજી મહેતાનાં દીકરી. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ

ચલાલાવાળા સ્વ. મણીલાલ માધવજી મહેતાનાં પત્ની. ઉર્મિલાગૌરી (ઉં. 82). તે પરેશ-દિપ્તી, સ્વ. દિનેશ-મનીષાના માતા-સાસુ. સ્વ. રમણિકભાઈ, સ્વ. અનંતરાય, સ્વ વિદ્યાબેનના ભાભી. સ્વ. હિંમતભાઈ, બાબુલાલ મગનલાલ પારેખના બેન. હિમાંશુ, હેતલ, હિરલના દાદી શનિવાર 6ઠ્ઠીએ શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા તેમ લૌ. વ્ય. બંધ છે.

 

હાલાઈ ભાટિયા 

ચંદ્રસેન જમનાદાસ મોરપરિયા (ઉં. 84). તે  વિજયાના પતિ. નિલેશના પિતા. પૂર્વીના સસરા. સ્વ. પ્રતાપાસિંહ, સ્વ. રણજીતાસિંહ, સ્વ. પૃથ્વીરાજ, સ્વ. રત્નાસિંહ, સ્વ. કૃષ્ણરાજ, સ્વ. અજીત, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. નલીનીબેનના ભાઈ. સ્વ. દામોદર પારેખના જમાઈ 5મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા, સોમવાર, 8મીએ સાંજે 4.30થી 6. ઠે.: રાહેજા જૂનું કલબ હાઉસ, રાહેજા એસ્ટેટ, કુલુપવાડી, બોરીવલી (પૂ.).