• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

અજય બંગા વિશ્વ બૅન્કના વડા બન્યા  

અમદાવાદમાં ભણેલા પદ્મશ્રી અર્થશાસ્ત્રી 

વૈશ્વિક નાણાકીય સંસ્થાના પ્રથમ અશ્વેત પ્રમુખ

વોશિંગ્ટન, તા. 3 : અમદાવાદમાં અભ્યાસ કરનારા ભારતીય મૂળના 63 વર્ષીય અજય બંગાએ વિશ્વ બેન્કનું અધ્યક્ષપદ સંભાળી લીધું છે. બંગા વૈશ્વિક નાણાકીય સંસ્થાના પ્રમુખ બનનારી પ્રથમ અશ્વેત વ્યક્તિ છે.

વર્લ્ડ બેન્કના એક્ઝિકયુટિવ ડાયરેકટર્સે ત્રીજી મેના દિવસે અજયને 14મા અધ્યક્ષ તરીકે ચૂંટયા હતા. તેમનો કાર્યકાળ પાંચ વર્ષનો રહેશે. અમેરિકાના પ્રમુખ જો બાયડને તેમનું નામાંકન કર્યું હતું. અજય બંગાનો જન્મ 10 નવેમ્બર, 1959ના દિવસે પૂણેમાં થયો હતો.

તેમના પિતા હરભજનસિંહ બંગા ભારતીય સેનામાં લેફ્ટનન્ટ જનરલ હતા. અજયે અમદાવાદમાંથી એમબીએ કર્યું હતું. ભારત સરકારે 2016માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા.