• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

ગુજરાત ફરતે બે વેધર સિસ્ટમ સક્રિય : ભારે વરસાદ, 40 કિમીની ઝડપે પવનની આગાહી

અમદાવાદ, તા. 3 : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે જમ્મુ અને તેની આસપાસ સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનથી દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. આ બન્ને સિસ્ટમની અસર અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે. વાદળછાયા વાતાવરણ સાથે કેટલીક જગ્યાએ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે જ્યારે અમદાવાદમાં આગામી 24 કલાક દરમિયાન ગાજવીજ અને 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે ધોધમાર વરસાદની શક્યતા છે. આમ, ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવી શકે છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 

આવતીકાલે રવિવારે અમદાવાદ, ભાવનગર, અમરેલી અને બનાસકાંઠાની સાથે દક્ષિણ ગુજરાતના નર્મદા અને તાપીમાં પણ વરસાદ થવાની શક્યતા છે. આ દરમિયાન ભારે પવન ફૂંકાવાની ચેતવણી પણ અપાઈ છે. કેટલાક ભાગોમાં પાંચ દિવસ સુધી 30-40 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતના ઉત્તર ભાગની દરિયાઈ પટ્ટી માટે પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. 

હવામાન વિભાગની યાદીમાં જણાવ્યા મુજબ હાલ સક્રિય બે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને પગલે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેતા મહત્તમ તાપમાનમાં નજીવો ઘટાડો થયો છે. પવન સાથે મધ્ય ગુજરાતના આણંદ, ભરૂચ, વડોદરા તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર અને બોટાદ ખાતે પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. જો કે, આગામી 3થી 4 દિવસ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાવાનું ચાલુ રહેશે. આથી લોકોને ગરમીથી આંશિક રાહત મળશે.  

અહીં નોંધવું ઘટે કે, બંગાળના ઉપસાગર પર પણ ચક્રવાત સર્જાવાની શક્યતા છે. ચક્રવાતના કારણે ગુજરાતમાં વરસાદ આવશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 6થી 9 જૂન ચક્રવાત આવવાની સંભાવના છે. જેને લઈ આજથી 5 દિવસ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મહત્ત્વનું છે કે, આગાહી મુજબ રાજ્યમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. આ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. 

રાજકીય પ્રવાહો
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.