• મંગળવાર, 16 એપ્રિલ, 2024

હિન્દુ રાષ્ટ્ર માટે બંધારણમાં સુધારો થાય  

વડોદરામાં ધીરેન્દ્ર શાત્રીનો અભિપ્રાય 

વડોદરા, તા. 3 : સનાતન ધર્મના મૂળ નબળાં નથી પણ જે પ્રકારે વૃક્ષનાં પાન સુકાઇ જાય છે તેવી રીતે સનાતન ધર્મના પત્તાં સુકાઇ રહ્યા છે. પરંતુ ફરીથી લીલાછમ થશે. દરેક હિન્દુ પોતાના હૃદયના ભાવથી જળ સિંચશે અને આપણો સનાતન ધર્મ પુન:સ્થાપિત થશે અને ભારત અખંડ બનશે, હિન્દુ રાષ્ટ્ર માટે બંધારણમાં સુધારો થવો જોઇએ એમ વડોદરામાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાત્રીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જાતિવાદ પર રાજકીય રોટલીઓ શેકવામાં આવે છે તે બંધ થઇ જાય, સનાતન ધર્મની સુરક્ષા કરવી, પ્રત્યેક વ્યક્તિને સ્વતંત્ર રહેવા માટે અધિકાર મળે.

ઓડિસા ટ્રેન દુર્ઘટના મામલે દુ:ખ વ્યક્ત કર્યું હતું. ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા તમામ હિન્દુઓએ જાગવું પડશે. લોકોએ અવાજ ઉઠાવવો પડશે. પી.એમ. મોદી દેશના રાજા છે. પી.એમ. મોદી માટે સાધુવાદના આશીર્વાદ છે. તેમને મળીને હિન્દુ રાષ્ટ્રની માંગ કરવાની કોઇ ઇચ્છા નથી. ભારતના મંદિરોનું ધન સનાતન ધર્મના પ્રચાર માટે ખર્ચ કરવામાં આવે.હિન્દુ રાષ્ટ્રનો અર્થ સામાજિક સમરસતા, વૈચારિક મતભેદ દૂર કરી તમામ પંથ એકસાથે રાષ્ટ્રના ઉત્થાન માટે એકત્રિત થઇ સંકલ્પ લે.

દિવ્ય દરબારનો લ્હાવો લેવા માટે વડોદરા જિલ્લા સહિત આસપાસના જિલ્લાઓમાંથી શ્રદ્ધાળુઓ નવલખી મેદાનમાં ઉમટી પડયા છે. શ્રદ્ધાળુ અસહ્ય ગરમી હોવા છતાં પ્રથમ હરોળમાં જગ્યા મેળવી બેસી ગયા હતા.

રાજકોટમાં એક વ્યક્તિએ તેમના પર રૂપિયા પડાવી લીધા હોવાની કરેલી પોલીસ અરજીના સવાલના જવાબમાં ધીરેન્દ્ર શાત્રીએ કહ્યું હતું કે, તે સસ્તી લોકપ્રિયતા લેવાનો પ્રયાસ કરાયો છે. અને જો પૈસા જ લેવાના હોત તો કરોડો રૂપિયા ના લઇ લીધા હોત... તેમણે સામે સવાલ કરતાં કહ્યું કે, શું તમે હિપ્નોટાઈઝ થયા?

રાજકીય પ્રવાહો
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.