• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

પાકિસ્તાન ઉપર નાદારીનું સંકટ ઘેરું થયું   

આઈએમએફ દ્વારા લોનનો ઈનકાર : સાઉદી અને યુએઈનાં નાણાં પણ જોખમમાં 

ઈસ્લામાબાદ, તા. 3 : ઈમરાન ખાન મુદ્દે ગૃહયુદ્ધ જેવી હાલતમાં પાકિસ્તાનનું આર્થિક સંકટ પણ વધુને વધુ ગંભીર બની રહ્યું છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ(આઈએમએફ) દ્વારા પાકિસ્તાનને લોન આપવાનો સાફ ઈનકાર કરી નાખવામાં આવ્યો છે. જેને પગલે પાકિસ્તાન નાદાર થાય તેવો ખતરો ઓર વધી ગયો છે. પાકિસ્તાનનાં નાણાપ્રધાન ઈશાક ડારે આજે ફરી એકવાર એવી ધરપત આપવાનો પ્રયાસ કર્યો હતો કે, પાક. ડિફોલ્ટ નહીં થાય.

તો બીજીબાજુ ઈમરાન વિરુદ્ધ પાક. સેનાની લડાઈ પણ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. પાક.માં ચાલતી આ રાજકીય અને આર્થિક અસ્થિરતાનાં કારણે હવે સાઉદી અરબ અને યુએઈ પણ ખતરામાં આવી ગયા છે. કારણ કે આ બન્ને દેશોએ પાકિસ્તાનને અબજો ડોલરની લોન આપેલી છે. આ બન્ને દેશોએ મળીને પાક.ને 3 અબજ ડોલર આપવાનો વાયદો પણ કરેલો છે. 

ડિસેમ્બર 2022માં પાકિસ્તાનને 126 અબજ ડોલર ચૂકવવાનાં હતાં. તેની સામે પાક. પાસે અત્યારે વિદેશી નાણાભંડોળ માત્ર 4 અબજ ડોલરની આસપાસ છે. આ સ્થિતિમાં પાક.ને હવે આઈએમએફની લોન ઉપર બહુ મોટો મદાર હતો પણ આઈએમએફે સાફ કરી દીધું છે કે, પાક. શરતો પૂરી ન કરતું હોવાથી તેને હવે વધુ લોન આપી શકાય તેમ નથી.

રાજકીય પ્રવાહો
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.