સનાતન પછી શહાદત મુદ્દે રાજકારણનો `આતંક'
સેના શહીદીનો બદલો લઈ રહી છે ત્યારે જ સરકાર ઉપર નિક્રિયતાના આક્ષેપથી નૈતિક જુસ્સો તોડવાનો પ્રયાસ
નવી દિલ્હી, તા.16: એકબાજુ ભારતનાં સૈનિકોનું લોહી વહાવનારા હેવાન આતંકવાદીઓ સામે સેના વટકવાળી રહી છે ત્યારે જ બીજીબાજુ દેશમાં બેશરમ રાજકારણનાં ખેલ ખેલાઈ રહ્યો છે. સનાતન ધર્મ વિશે એલફેલ નિવેદનબાજી કરીને મતનાં સમીકરણો બેસાડવા મથી રહેલા વિપક્ષનાં નેતાઓએ હવે દેશની સેનાનો નૈતિક જુસ્સો તોડે તેવી રીતે કેન્દ્ર સરકાર ઉપર નિક્રિયતાની આળ મૂકીને આતંકવાદનું રાજકારણ શરૂ કરી દીધું છે.
ભારતીય સેનાનાં 4 સૈનિકોએ કુરબાની આપવી પડી તેવા આતંકવાદીઓ સામે સેનાએ વટક વાળતી કાર્યવાહી હાથ ધરેલી છે ત્યારે જ વિપક્ષે અનંતનાગ એન્કાઉન્ટર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે મૌન રહેવાનો આરોપ લગાવ્યો છે. વડાપ્રધાન મોદી ઉપર સીધો હુમલો બોલાવતા દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, અનંતનાગ ઓપરેશન છેલ્લા ચાર દિવસથી ચાલી રહ્યું છે પણ વડાપ્રધાન એક પણ શબ્દ ઉચ્ચારતા નથી. શું તેમને સૈનિકોની શહાદતની પીડા નથી? કેજરીવાલે છત્તીસગઢનાં લાલબાગ મેદાનમાં જાહેરસભામાં આ ટિપ્પણીઓ કરી હતી.
તેમણે આગળ કહ્યું હતું કે, આખો દેશ શોકમાં ગરકાવ છે