• મંગળવાર, 26 સપ્ટેમ્બર, 2023

આજે વડા પ્રધાનનો જન્મદિન  

દિલ્હીમાં મોદી કરશે રૂ. 5400 કરોડના ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરનું લોકાર્પણ

નવી દિલ્હી, તા. 16 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે રવિવારે યોગાનુયોગ પોતાના જન્મ દિવસે નવી દિલ્હીનાં દ્વારકામાં ઈન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન અને એકસ્પો સેન્ટર (યશોભૂમિ)ના પ્રથમ ભાગનું લોકાર્પણ કરશે.સરકારે લગભગ 5400 કરોડના ખર્ચે બનાવેલું યશોભૂમિ 8.9 લાખ વર્ગ મીટરથી વધુ ભૂભાગમાં ફેલાયેલું છે.

યશોભૂમિમાં એક શાનદાર કન્વેન્શન સેન્ટર સાથે અનેક પ્રદર્શન હોલ અને અન્ય સુવિધાઓ છે. કન્વેન્શન સેન્ટરમાં એક સાથે 1100થી વધુ લોકો બેસી શકે તેટલી ક્ષમતા છે, તો કુલ્લ 13 માટિંગ રૂમ સામેલ છે.