• શનિવાર, 20 એપ્રિલ, 2024

ભીષણ ટ્રેન અકસ્માતોની તવારીખ

નવી દિલ્હી, તા. 3 : ઓરિસ્સાનાં બાલાસોરમાં થયેલા ભીષણ ટ્રેન અકસ્માતમાં કમસેકમ 288 યાત્રીઓ હતભાગી થયા છે અને 900 જેટલા ઘાયલ હોવાનું કહેવાય છે. આને ભારતમાં ચોથી સૌથી મોટી રેલ દુર્ઘટના માનવામાં આવે છે. 

ભારતની મોટી રેલ દુર્ઘટના

·        જૂન 1981માં બિહારમાં એક ટ્રેનનાં ડબ્બા નદીમાં ખાબકતા 800 યાત્રીઓનાં મૃત્યુ નિપજ્યા હતાં.

·        ઓગસ્ટ 199પમાં ફિરોઝાબાદ પાસે બે ટ્રેનની ટક્કરમાં 30પ લોકોનાં મોત થયા હતાં.

·        ઓગસ્ટ 1998માં કટિહારનાં ગેસલ સ્ટેશને ટ્રેનની ટક્કરમાં 28પ લોકોનાં મૃત્યુ થયા હતાં.

·        નવેમ્બર 1198માં પંજાબનાં ખન્ના ખાતે બનેલા રેલ અકસ્માતમાં 212 લોકોએ જીવ ગુમાવ્યા હતાં. 

દુનિયાની મોટી રેલ દુર્ઘટનાઓ

·        ડિસેમ્બર 2004માં શ્રીલંકામાં ધ ક્વીન ઓફ ધ સી ટ્રેન સુનામી લહેરોની ચપેટમાં આવી ગઈ હતી અને તેમાં 1700 લોકોનાં મોત થયા હતાં.

·        જૂન 1981માં બિહારમાં એક ટ્રેનનાં ડબ્બા નદીમાં ખાબકતા 800 યાત્રીઓનાં મૃત્યુ નિપજ્યા હતાં.

·        ફ્રાંસમાં પહેલા વિશ્વ યુદ્ધ દરમિયાન બનેલી ટ્રેન દુર્ઘટનામાં 700 લોકોનાં મૃત્યુ થયા હતાં. 

·        જાન્યુઆરી 1971માં રોમાનિયામાં ટ્રેન અકસ્માતમાં 600થી વધુ લોકો કમનસીબ રહ્યા હતાં. 

·        જાન્યુઆરી 1915માં મેક્સિકોમાં પણ એક ટ્રેન દુર્ઘટનામાં 600 લોકોનાં મૃત્યુ થયા હતાં.

રાજકીય પ્રવાહો
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.