• શનિવાર, 20 એપ્રિલ, 2024

ઓડિશા ટ્રેન દુર્ઘટનાથી દુનિયા દુ:ખી  

યુનો ઉપરાંત બ્રિટન, અમેરિકા, કૅનેડા, યુક્રેનના નેતાઓએ શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હી, તા. 3 : બાલાસોરમાં 261 લોકો માટે જીવલેણ બનેલી લોહિયાળ ટ્રેન દુર્ઘટનાનો આઘાત માત્ર દેશ જ નહીં, દુનિયાભરમાં લાગ્યો છે. વિવિધ દેશોના નેતાઓએ શોકની લાગણી દર્શાવી છે. યુદ્ધગ્રસ્ત યુક્રેનના પ્રમુખ વોલ્દોમીર જેલેંસ્કીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કરીને કહ્યું હતું કે, અમે આપનાં દુ:ખને સમજી શકીએ છીએ. મૃતકોના સ્વજનો પ્રત્યે સહાનુભૂતિ છે.

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે દુર્ઘટનાને દર્દનાક ગણાવીને કહ્યું કે, પીડિતો માટે પ્રાર્થના. લોકોને બચાવવા માટે કામ કરનારા પ્રશંસાના હક્કદાર છે. સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના વડા સાબા કોરોસીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાઇ નાગરિકોને મુશ્કેલીના સમયમાં ભારતીયોનો સાથ આપવાની અપીલ કરી હતી.

ઓસ્ટ્રેલિયાના વિદેશપ્રધાન પેની વોંગે કહ્યું હતું કે, અમે ભારતની સાથે છીએ. પીડિતોને બચાવવા માટે કામ કરતા લોકોની સાથે છીએ. ભારતમાં અમેરિકાના રાજદૂત એરિક ગારસેટીએ પણ ટ્રેન દુર્ઘટનામાં જીવ ખોનારાઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તાઇવાનના પ્રમુખ સાઇ ઇંગ વેન સાઇએ ટ્વિટ કર્યું હતું કે, બચાવ ઝુંબેશમાં ફસાયેલા લોકો જલ્દી બચાવી લેવાશે, તેવી આશા છે.

રાજકીય પ્રવાહો
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.