• ગુરુવાર, 18 એપ્રિલ, 2024

પામવા નીકળેલા અનુરાગના થીજેલા શરીરમાં ચેતનાનો સંચાર  

યુનોનું `ગ્લૉબલ ગોલ્સ' મિશન 

મુંબઈ, તા. 3 : `મારી જાતને ટ્રાકિંગનો માસ્ટર માનતો અને મિત્રો મારી ઓળખ માઉન્ટેનિયરિંગ આંત્રપ્રિનિયોર તરીકે આપતા છતાં હું કયારે 300 ફૂટ નીચે ખાબક્યો તેની આજે પણ ખબર નથી. મોતને છેટું છોડી તાજેતરમાં લગભગ દોઢ મહિને ભાનમાં આવેલા માઉન્ટેનિયર આંત્રપ્રિનિયોર અનુરાગ માલુએ નવી દિલ્હીની એઇમ્સ હૉસ્પિટલના બિછાનેથી તેના ભાઈ આશિષ માલુને આ વાત કહી હતી. સોશિયલ મીડિયા ઉપર આશિષનો મદદની ટહેલ નાખતો પાંચ લીટીનો સંદેશ જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની નજરે આવતા બે મિનિટમાં જ તેના રિપ્લાયમાં અનુરાગના ઍરલિફ્ટિંગની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. 

નવી દિલ્હીની આઈઆઈટીનો 2010નો સ્નાતક રાજસ્થાનના કિશનગઢનો મધ્યમ વર્ગી પરિવારનો 34 વર્ષનો અનુરાગ માલુ યુનાઇટેડ નેશન્સના પર્યાવરણ બચાવવાના ગ્લોબલ ગોલ્સના પ્રચાર માટે પર્વતારોહણને પગથાર બનાવી નીકળ્યો હતો. 

અતિ વિષમ હવામાન અને માઇનસમાં ઠંડીના આંકડાઓ વચ્ચે પર્વતારોહકોની રખેવાળી અને બચાવ રાહતની કામગીરીમાં માહેર વિશ્વના નામાંકિત છાંગ દાવાની આગેવાની હેઠળની છ સભ્યોની ટીમે રેસ્કયુ અૉપરેશન હાથ ધર્યું. 300 મીટર ઊંડી ખીણને આ ટીમ ખૂંદી વળી. આ કાર્યમાં જાણીતા પોલીશ માઉન્ટેનિયર આદમ બાયલેકી અને તેમના મિત્ર મેરીઉસ્ઝ હતાલા પણ સામેલ થયા. 21મી એપ્રિલના સૂર્યોદયના પહેલા કિરણે અનુરાગના ઠંડીથી થીજી ગયેલા શરીરમાં ઊર્જાનો સંચાર કર્યો. સતત હિમપ્રપાતની વચ્ચે બેભાન અવસ્થામાં ત્રણ દિવસ ખીણમાં પડી રહેલા અનુરાગના શરીરના તમામ અગઉપાંગ જડ થઈ ગયા હતા. આજે જડ-ચેતનની આપાધાપીમાંથી અનુરાગ સચેતન થઈ પોતાની બન્ને આંખોથી ઋણભાવે ભાઇ આશિષને ઇશારાથી કહી રહ્યો છે `ટાઇગર અભી જિંદા હૈ'. 

આશિષે `સેવ અનુરાગ'ને એક મિશન તરીકે હાથ ધરીને પોતાના જાનને બાજી ઉપર મૂકી અદમ્ય હિંમતથી ખીણ ખૂંદી વળી મારા ભાઈને જીવતો બહાર કાઢનારા આદમ બાયલેકી, મેરીઉસ્ઝ હતાલા તેમ જ અનુરાગને સતત ચાર કલાક અથાક સીપીઆર આપનારા મણિપુરની હૉસ્પિટલના ડૉ. અશિમ અને તેમની ટીમના કારણે જ તેનો ચમત્કારિક બચાવ થયો છે તેવા સ્વીકાર સાથે એક ટ્વીટ દ્વારા આશિષે અહોભાવ વ્યક્ત કર્યો છે અને અનુરાગનું સ્વાસ્થ્ય સુધરી રહ્યાની જાણકારી આપી છે.  રેક્સ કર્મવીર ચક્રના ઇલ્કાબથી નવાજવામાં આવેલો આ નરબંકો અનુરાગ ભારતનો 2041 એન્ટારકિટર એમ્બેસેડર બન્યો છે. 

અનુરાગના સ્વાસ્થ્યને પૂર્વવત્ કરવા મળેલી તકને ઇશ્વરે આપેલો વિશેષાધિકાર માનતા અદાણી ફાઉન્ડેશનના ચૅરપર્સન પ્રીતિ અદાણી અને ગૌતમ અદાણીએ અનુરાગ માલુ સવેળા સાજા સરવા થઈને ગ્લોબલ ગોલ્સના મિશન માટે પર્વતોના પટમાં પગલાં પાડે તેવી શુભેચ્છા પાઠવી છે.

રાજકીય પ્રવાહો
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.