મુંબઈ, તા. 16 : મરીન ડ્રાઈવ, ફ્લોરા ફાઉન્ટન અને એશિયાટિક લાઈબ્રેરી વિસ્તારમાં દેશ-વિદેશથી આવતા પર્યટકો અને નાગરિકોની સુવિધાના દૃષ્ટિકોણથી અહીંનો હેરીટેજ વિકાસ કરવાનો નિર્ણય પાલિકાએ લીધો છે. આ માટે પાલિકાએઁ પ્રોજેક્ટ એડવાઈઝરની નિમણૂંક માટે પ્રસ્તાવ મગાવ્યા છે.
મુંબઈ સુશોભીકરણ પ્રકલ્પમાં મરીન ડ્રાઈવ વિસ્તારમાં નાગરિક સુવિધા, સ્વચ્છતા અને સૌંદર્યીકરણ કાર્યની સમીક્ષા કરવા માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મે મહિનામાં આ વિસ્તારની મુલાકાત લીધી હતી. મરીન ડ્રાઈવની દરિયા તરફની ઇમારતોને વિશેષ પ્રકારનું રંગરોગાન કરવાની તથા આ વિસ્તારમાં પ્રસાધનગૃહ અને આંતરરાષ્ટ્રીય દરજ્જાના લેઝર શો શરૂ કરવાની સૂચના તેમણે આપી હતી.
આ સંદર્ભે પાલિકા મુખ્યાલયમાં આયોજિત બેઠકમાં પાલિકા આયુક્ત ઇકબાલસિંહ ચહલે જણાવ્યું કે મરીન ડ્રાઈવ વિસ્તારમાં દરિયા તરફની દિશામાં બેઠક વ્યવસ્થા તથા ખાનગી કંપનીઓના સહયોગથી પ્રસાધનગૃહ સુવિધા આગામી કેટલાક દિવસોમાં કરવામાં આવશે. મરીન ડ્રાઈવ અને ફ્લોરા ફાઉન્ટનથી એશિયાટિક લાઈબ્રેરી પરિસરનો વિકાસ પાલિકાના હેરીટેજ વિભાગ દ્વારા કરવામાં આવશે. અહીંના રસ્તા, જાહેર ખુલ્લી જગ્યાઓ અને મરીન ડ્રાઈવ વિસ્તારના પ્રોમેનેડનું સૌંદર્યીકરણ કરાશે. દરરોજ હજારો પર્યટકો મરીન ડ્રાઈવની મુલાકાત લેતા હોય છે. અહીં પર્યટનસ્થળ તરીકે એક વ્યુઈંગ ડૅક (સી સાઈડ પ્લાઝા) તૈયાર શેર કરો -