• ગુરુવાર, 18 એપ્રિલ, 2024

સ્પાઈસ કંપની મેન કનકોરએ કર્ણાટકમાં નવો પ્લાન્ટ સ્થાપ્યો  

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 3 : સ્પાઈસ એક્સ્ટ્રેક્શન અને નેચરલ ઈનગ્રેડિયન્ટ્સની વૈશ્વિક ઉત્પાદક કંપની મેન કનકોરએ કર્ણાટકમાં બ્યાડગી ખાતે નવો ઉત્પાદન પ્લાન્ટ સ્થાપ્યો છે. કંપનીએ વિસ્તરણ હેઠળ 50 એકર વિસ્તારમાં આ ઉત્પાદન સુવિધા સ્થાપી છે. જે વિસ્તારમાં હાઈ કલર વેરાયટીનાં મરચાંનું મોટા પાયે ઉત્પાદન થાય છે ત્યાં આ નવો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.આ પ્લાન્ટમાં સુપર ક્રિટિકલ ફલ્યુડ એક્સ્ટ્રેક્શન પ્લાન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે જે એક્સ્ટ્રેક્શનના માધ્યમ તરીકે કાર્બન ડાયોક્સાઈડનો ઉપયોગ કરે છે. આ પ્રોસેસ એન વાયરન્ટ મેન્ટલ ફ્રેન્ડલી છે.

કંપનીના પ્રેસિડન્ટ જિન મેનએ જણાવ્યું હતું કે આ પ્લાન્ટને કારણે કંપનીની ઉત્પાદન ક્ષમતામાં ચાર ગણો વધારો થશે. આ પ્લાન્ટને કારણે કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગણા અને કેરળના ખેડૂતોને લાભ થશે. મેન કનકોર વિશ્વની પાંચમા ક્રમની સૌથી મોટી ફ્લેવર અને ફ્રેગરન્સ કંપની છે. કંપનીનું હેડક્વાર્ટર ફ્રાંસમાં છે. બ્યાડગી ખાતેનો નવો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે એ ભારતનો સૌથી મોટો પ્લાન્ટ છે. આ નવા પ્લાન્ટમાં મરચાં ઉપરાંત રોઝમેરી અને અન્ય સ્પાઈસીસનું પણ પ્રોસેસિંગ કરવામાં આવશે.

રાજકીય પ્રવાહો
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.