અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 73મા જન્મદિવસ નિમિત્તે વડનગરમાં શુક્રવાર, 15 સપ્ટેમ્બરે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. નવ સર્જન સાહિત્ય મંચ અને પ્રગતિ ઍજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત `શતમ જીવમ શરદ:' કાર્યક્રમમાં ભારતભરમાંથી 73 કવિઓએ નરેન્દ્ર મોદીના જીવન આધારિત 73 કાવ્યોનું પઠન કરી શુભેચ્છા પાઠવી હતી. જેમાં ઘાટકોપરના ઊગતાં કવિ નયન કામદાર (આંખ) અને દહિસરના મૃદુલ શુક્લ (મૃદુલ મન)એ રંગ જમાવ્યો હતો.
કેમિકલ ટ્રેડિંગનો બિઝનેસ ધરાવતાં નયનભાઈ પોતાનો અનુભવ શૅર કરતાં કહે છે, `આ પ્રકારનો કાર્યક્રમ થવાનો છે એની જાણકારી વોટ્સઍપ ગ્રુપના માધ્યમથી મળી હતી. દરેકે સ્વરચિત કવિતા લખીને મોકલાવવાની હતી. વોટ્સઍપ મેમ્બરો દ્વારા મોકલવામાં આવેલા કાવ્યોમાંથી સિલેક્ટ કરી આયોજકોએ વડનગર આવવાનું આમંત્રણ આપ્યું હતું. આટલા બધાં કવિઓની વચ્ચે સ્ટેજ પરથી કવિતા વાંચવી અઘરું છે. દેશ-પરદેશ મેગેઝિન અને અમદાવાદની કેટલીક સંસ્થાઓ સાથે સંકળાયેલા ઈવાબહેન પટેલ અને અન્ય કવિઓનો જુસ્સો જોઈ મનમાંથી ભય નીકળી ગયો. સ્વરચિત કાવ્ય સ્ટેજ પર પ્રસ્તુત કરી એ મારા જીવનની યાદગાર ક્ષણ હતી.'
કાર્યક્રમમાં ઇન્ડિયા બુક અૉફ રેકર્ડ્સના અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતાં. નરેન્દ્ર મોદીના ભાઈ સોમાભાઈ મોદી, શેર કરો -