મુંબઈ, તા. 16 : કોરોનાકાળ દરમિયાન જમ્બો કોવિડ સેન્ટરમાં કથિત નાણાકીય અનિયમિતતા પ્રકરણે ઠાકરે જૂથની શિવસેનાના નેતા સંજય રાઉતના નિકટવર્તી બિઝનેસમૅન સુજિત પાટકર સામે ઇડીએ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ મામલે 40 લોકોના નિવેદન નોંધીને ચાર્જશીટમાં ઉમેરવામાં આવ્યા છે. કોર્ટની રજિસ્ટ્રીને સબમિટ કર્યા બાદ દસ્તાવેજોની તપાસ પીએમએલએ અંતર્ગત સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.