વારાણસી-તમિલનાડુ બંને શિવમય-શક્તિમય : મોદી

વારાણસી-તમિલનાડુ બંને શિવમય-શક્તિમય : મોદી
કાશી-તમિલ સંગમમ્ કાર્યક્રમનું ઉદ્ઘાટન
વારાણસી, તા.19 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે વારાણસી પહોંચ્યા હતા. અહીં તેમણે એક મહિનો ચાલનારા કાશી-તમિલ સંગમમ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. ખાસ બાબત એ રહી કે નોર્થમાં વડાપ્રધાન મોદી સાઉથ ઇન્ડિયન લૂકમાં જોવા મળ્યા હતા. તેમણે લુંગી-શર્ટ પહેર્યો હતો સાથે ગમછો પણ જોવા મળ્યો. તેમનું વડક્કમ કાશી અને હર હર મહાદેવ જયઘોષથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
વારાણસીમાં તમિલ સંગમમને સંબોધિત કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યં કે કાશીમાં બાબા વિશ્વનાથ છે તો તમિલનાડુમાં ભગવાન રામેશ્વરમના આશીર્વાદ છે. કાશી અને તમિલનાડુ બન્ને શિવમય છે. બન્ને શક્તિમય છે. એક સ્વયં કાશી છે તો તમિલનાડુમાં દક્ષિણ કાશી છે. કાશી-કાંચીના રૂપમાં બન્નેની પોતાની મહત્તા છે. કાશીનાં નિર્માણ અને વિકાસમાં તમિલનાડુનું મોટું યોગદાન છે. આપણાં દેશમાં નદીઓના સંગમોથી લઈને વિચારોના સંગમનું ખૂબ મહત્ત્વ રહ્યં છે. 
વધુમાં તેમણે કહ્યં કે આપણા દેશમાં સવારે ઉઠીને સૌરાષ્ટ્ર સોમનાથમથી લઈ 12 જ્યોતિર્લિંગનાં સ્મરણની પરંપરા રહી છે. સ્નાન કરતા પણ આપણે નદીઓનું સ્મરણ કરતાં મંત્ર બોલીએ છીએ. આપણે આઝાદી બાદ દેશના આ વારસાને મજબૂત કરવાનો હતો પરંતુ દુર્ભાગ્યથી આવો પ્રયાસ કરાયો નથી. કાશી  અને તમિલનાડુ બન્ને સભ્યતા અને સંસ્કૃતિના કેન્દ્ર બિંદુ છે. વડાપ્રધાને કહ્યં કે તમિલ ગ્રંથોમાં વારાણસીના લોકોની પ્રશંસા કરવામાં આવી છે. 130 કરોડ દેશવાસીઓની જવાબદારી છે કે આપણે તમિલ વારસાને બચાવવાનો છે અને તેને સમૃદ્ધ બનાવવાનો છે. જો આપણે તમિલને ભૂલાવીશું તો આ દેશનું નુકસાન થશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer